BUSINESS

Noel Tata: ચેરમેન બન્યા બાદ Ratan Tata અંગે નોએલ ટાટા શું બોલ્યા?

રતન ટાટાના નિધન પછી તેઓના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટને નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. નોએલ ટાટા રતન ટાટાનું સ્થાન લેશે. ટાટા ટ્રસ્ટના ચેરમેન બન્યા પછી તેઓને ટાટા ટ્રસ્ટ અને રતન ટાટા અંગે જણાવ્યું કે તેઓ રતન ટાટા અને ટાટા ગૃપના સંસ્થાપકોના વારસાને આગળ ધપાવવા માટે ઉત્સુક છે. નોએલ ટાટાએ કહ્યું કે, તેઓ પોતાના સાથી ટ્રસ્ટીઓ દ્વારા અપાયેલી આ જવાબદારીથી ખૂબ સન્માનિત અને વિન્રમ અનુભવ કરે છે.

નોએલ ટાટાએ ટાટા ટ્રસ્ટના ચેરમેન નિયુક્ત થવાને લઈ કહ્યું કે એક સદીથી પણ વધુ સમય પહેલા જ સ્થાપિત ટાટા ટ્રસ્ટના સામાજિક ભલાઈ માટે એક અનોખું માધ્યમ છે. તેઓએ કહ્યું કે, અમે પોતાના વિકાસ અને પરોપકારી પહલને આગળ વધારીશું અને દેશના નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવવા માટે પોતાને ફરીથી સમર્પિત કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે, હું આ જવાબદાકી માટે સાથી ટ્રસ્ટીઓથી સન્માનિત અને વિન્રમ અનુભવ કરી રહ્યો છું. હું રતન ટાટા અને ટાટા ગૃપના સંસ્થાપકોના વારસાને આગળ વધારવા માટે તત્પર છું. 

ટાટા ગૃપ આશરે રૂપિયા 34 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતું જૂથ છે. તેની મોટાભાગની હોલ્ડિંગ કંપનીઓ ટાટા સન્સ પાસે છે. જ્યારે ટાટા ટ્રસ્ટ ટાટા સન્સમાં 66 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે ટાટા જૂથની માલિકી ટાટા ટ્રસ્ટ પાસે છે અને આ હેઠળ ટાટા જૂથનું સંચાલન થાય છે. આવી સ્થિતિમાં ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નોએલ ટાટાની નિમણૂકને એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહી છે.

રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા કોણ છે?

નોએલ ટાટા રતન ટાટાના પિતા નવલ ટાટાના તેમની બીજી પત્ની સિમોના દુનોયરના પુત્ર છે. એટલે કે તે રતન ટાટાના સાવકા ભાઈ છે. મળતી માહિતી અનુસાર, નોએલ ટાટા ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડ, વોલ્ટાસ લિમિટેડ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન છે. આ સિવાય તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપનીના વાઈસ ચેરમેન પણ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button