- સિનિયર મહિલા અધિકારી ઉભા થતા MLA ગુસ્સે થયા
- ‘બેન તું બેસી રે મારી બોલવાની લિંક તૂટી જાય છે’
- અધ્યક્ષે કહ્યું તમારી લિંક નહીં તૂટે સ્પીચ ચાલુ રાખો
ગુજરાત વિધાનસભા ગૃહનો આજે અંતિમ દિવસ હતો. જે દરમિયાન ધારાસભ્ય રમણલાલ વોરા સ્પીચ આપવા ઉભા થયા હતા. તેઓ બોલી રહ્યા હતા તે દરમિયાન સિનિયર મહિલા અધિકારી વચ્ચે બોલવા ઉભા થયા અને તરત જ રમણલાલ વોરા ગુસ્સે થયા હતા અને બોલ્યો કે ‘બેન તું બેસી રે મારી બોલવાની લિંક તૂટી જાય છે’.
ચાલુ ભાષણે ભાજપના ધારાસભ્યને આવ્યો ગુસ્સો
ધારાસભ્યની સ્પીચ વચ્ચે વિધાનસભાના સિનિયર મહિલા અધિકારી ઉભા થતા MLA ગુસ્સે ભરાય હતા. મહિલા અધિકારીને કહ્યું બેન તું બેસ ને મારી બોલવાની લિંક તૂટી જાય છે. વળતા જવાબમાં વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે, તમારી લિંક નહિ તૂટે સ્પીચ ચાલુ રાખો.
ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા વિધાનસભામાં સ્પીચ આપી રહ્યા હતા. વોરાએ જાતિ આધારીત વસ્તી ગણતરી મુદ્દે ગૃહમાં ચર્ચા કરી હતી. કોંગ્રેસને ટાર્ગેટ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે બાબા સાહેબને શાંતિથી સૂવા દીધા નથી. અમિત ચાવડાએ આ નિવેદનને રેકર્ડ પરથી દૂર કરવા જણાવ્યું હતું. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાના નિવેદન પર અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો હતો. અધ્યક્ષે પાછળથી વિષય ચકાસવા જણાવ્યું હતું.
Source link