- લોકોને બ્લોક કર્યા વિના બનાવો દૂરી
- લાસ્ટ સીન અને ઓનલાઈન સ્ટેટસને કરો મેનેજ
- મેસેજને કરો આર્કાઈવ અને મ્યૂટ
વોટ્સએપે અનેક લોકોનો સંપર્ક સરળ બનાવ્યો છે અને સાથે તેની સાથે જોડાઈ રહેનારા પર પ્રેશર પણ કાયમ કર્યું છે. તમે ન ઈચ્છો તો પણ તમે કામ વિનાના હાય-હેલો કરી લો છો. આ સાથે તે ક્યારેક માથાનો દુઃખાવો પણ બને છે. તમે જો ક્યારેક કોઈ મેસેજનો જવાબ ન આપો તો તમે રૂડ ગણાઓ છો અને જો તમે કોઈને બ્લોક કરી દો છો તો જાણે કે યુદ્ધ જ છેડાઈ જાય.
મેસેજને મ્યૂટ કરો
તમે કોઈ જરૂરી કામ કરી રહ્યા છો કે કોઈ મીટિંગમાં બેઠા છો તો અચાનક કોઈ બેક-ટુ-બેક મેસેજ કરવા લાગે. તમે ઘરે પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છો અને ઓફિસ ગ્રૂપમાં મેસેજ અટકતા નથી એવામાં તમે જ્યાંથી મેસેજ આવે છે તે ગ્રૂપને મ્યૂટ કરો. કોઈ મેસેજનો સોર્સ તમને 8 કલાક, એક અઠવાડિયું કે હંમેશા માટે મ્યૂટ કરી શકે છે. મેસેજના આર્કાઈવ કે મ્યૂટ કરવા માટે તમે તે મેસેજ પર લોન્ગ પ્રેસ કરતા જ વોટ્સએપ પર સઔથી ઉપર 4 ઓપ્શન જોશો. પિન, ડિલિટી, મ્યૂટ અને આર્કાઈવ. આર્કાઈવ કરતા તે મેસેજ નોર્મલ લિસ્ટથી હટીને લિસ્ટમાં આવશે. તમે મ્યૂટ કરશો તો વોટ્સએપ તમને પૂછશે કે કેટલા સમય માટે મ્યૂટ કરવાનું છે. તમે ટાઈમ સિલેક્ટ કરીને સેટિંગ્સ કરી શકો છો.
વોટ્સએપ સ્ટેટસનું સેટિંગ
આ સેટિંગ્સના સેટિંગ્સમાં 2 ફેરફાર કરીને તમે અનેક મેસેજથી બચી શકો છો. પહેલું સેટિંગ છે સ્ટેટસને લિમિટ કરવાનું. તમે તેને પસંદ કરો અને વોટ્સએપ સ્ટેટસ કોણ કોણ જોઈ શકે છે. અન્ય સેટિંગ છે સ્ટેટ્સને મ્યુટ કરવું. શક્ય છે કે તમે મેસેજ ન કરવા ઈચ્છો પણ વોટ્સએપ સ્ટેટસ જોઈ લો. તમે કોઈનું સ્ટેટસ જુઓ છો તો તેનેખ્યાલ આવે છે કે તમે તેનું સ્ટેટસ જોઈ રહ્યા છો. એવા લોકોનું સ્ટેટસ તમે મ્યુટ કરી શકો છો. ન સ્ટેટસ દેખાશે, ન સામેવાળાને લાગશે કે જોઈને પણ રિપ્લાય નથી કર્યો. આ માટે તમે સેટિંગ્સ- પ્રાઈવસી- સ્ટેટસ.અહીં તમને દેખાશે કે તમે કેટલા લોકોથી તમારું સ્ટેટસ છુપાવીને રાખ્યું છે.
લાસ્ટ સીન અને ઓનલાઈન સ્ટેટસ
લાસ્ટ સીન સૌથી સરળ રસ્તો છે એ જાણવાનો કે તમે કેટલા એક્ટિવ છો. અનેકવાર લોકો આ વાતનો ઈશ્યૂ બનાવે છે કે મેં મેસેજ મોકલ્યો, તમે એક્ટિવ હતા પણ મારા મેસેજ જોયા નહીં. એવામાં અનેકવાર સફાઈ આપવાનું મુશ્કેલ બને છે. કામ માટે વોટ્સએપ ચલાવી રહ્યા હતા. ગાયબ થવા માટે લાસ્ટ સીન હટાવીને પણ એક કદમ આગળ રહી શકશો. ઓનલાઈન સ્ટેટસ બંધ કરવાની. તેનાથી કોઈને એ ખ્યાલ નહીં આવે કે તમે ઓનલાઈન છો કે નહીં. આ માટે તમે સેટિંગ્સ- પ્રાઈવસી-લાસ્ટ સીન અને ઓનલાઈન. લાસ્ટ સીનમાં તમને 4 ઓપ્શન દેખાશે જેમાંથી તમે એ પસંદ કરો કે તમારું લાસ્ટ સીન તમે કોને દેખાડવા ઈચ્છો છો.
રીડ રિસિપ્ટ કરો બંધ
જો તમે એપ પર હાજર થાવ છો કે નહીં તે વાત કોઈને ખબર ન પડે તે માટે તમે રીડ રિસિપ્ટ બંધ કરો. આ બંધ કર્યા બાદ કોઈને ખ્યાલ નહીં આવે કે તમે તેમનો મેસેજ વાંચ્યો છે કે નહીં. તેનું એક નુકસાન એ છે કે તે તમને ખ્યાલ નહીં આવવા દે કે તમારો મેસેજ કોઈએ વાંચ્યો કે નહીં. આ ફીચર ગ્રૂપ મેસેજ પર કામ કરતું નથી.
પ્રોફાઈલ ફોટો હાઈડ કરો
આમ તો વોટ્સએપ તમારા પ્રોફાઈલ ફોટો ફક્ત તમારા કોન્ટેક્ટ્સ પર દેખાડે છે. જો તમે ઈચ્છો છો તે લોકોને લાગે કે વોટ્સએપ પર તમારું હોવું ના હોવું એક બરોબર છે તો તમે તમારી પ્રોફાઈલ ફોટો હાઈડ કરો. તેમાં તમે સિલેક્ટ કરી શકો છો કે તમે પ્રોફાઈલ ફોટો કોને બતાવવા ઈચ્છો છો અને કોને નહીં. તેને માટે તમારે સેટિંગ્સ-પ્રાઈવસી-પ્રોફાઈલ ફોટોમાં જવાનું રહેશે. આ રીતે તમે તમારા અબાઉટને પણ હાઈડ કરી શકો છો. તે માટે તમે સેટિંગ્સ-પ્રાઈવસી-અબાઉટમાં જાઓ અને અબાઉટ ઇન્ફોને સિલેક્ટ કરો.
Source link