TECHNOLOGY

WhatsApp અજાણ્યા મેસેજથી મળશે છૂટકારો, આવી રહ્યુ છે નવું ફીચર

  • વોટ્સએપ યુઝર્સની પ્રાઈવસીને વધુ મજબૂત કરવા માટે લાવી રહ્યું છે નવુ ફીચર
  • આ ફીચર આવ્યા બાદ અજાણ્યા લોકોના મેસેજથી છૂટકારો મેળવવામાં મદદ કરશે
  • આ અપડેટ ટૂંક સમયમાં ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ પર જલ્દી ઉપલબ્ધ થઈ જશે

વોટ્સએપ વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક છે. પેરેન્ટ કંપની મેટા તેને સુધારવા માટે સતત કામ કરતી રહે છે. વોટ્સએપ યુઝર્સની પ્રાઈવસીને વધુ મજબૂત કરવા માટે કંપની એક નવા ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર આવ્યા બાદ અજાણ્યા લોકોના મેસેજથી છૂટકારો મેળવવામાં મદદ કરશે. ઘણા લોકો વોટ્સએપ પર અજાણ્યા લોકોના મેસેજ આવવાથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં વોટ્સએપનું નવું ફીચર લોકોને મોટી રાહત આપશે.

વોટ્સએપ પ્રાઈવસી માટે લાવી રહ્યુ છે નવું ફીચર

વોટ્સએપ તેમની મજબૂત પ્રાઈવસી અને સિક્યોરિટી ફીચર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. કંપની તેના યુઝર્સની પ્રાઈવેસી મજબૂત કરવા માટે સતત નવા ફીચર લાવે છે. આ સિરીઝમાં એક નવુ ફીચર વોટ્સએપની શાનદાર પ્રાઈવસી ફીચર્સમાં સામેલ થઈ શકે છે. વોટ્સએપના નવા અપડેટ અને ફીચર્સ પર નજર રાખનાર પોર્ટલ WABetaInfoએ આ નવા ફીચર વિશે માહિતી આપી છે.

વોટ્સએપનું નવું ફીચર આ રીતે કરશે કામ

WABetaInfoના અનુસાર નવું ફીચર અજાણ્યા વોટ્સએપ નંબર પરથી આવતા મેસેજને બ્લોક કરવાની સુવિધા આપશે. જો તમારા પાસે એવા નંબર પરથી મેસેજ મળી રહ્યો છે જે તમારી પાસે સેવ નથી તો તમે તેને ઓટોમેટિક બ્લોક કરી શકશો. વોટ્સએપના એન્ડ્રોઇડ 2.24.17.24 બીટા વર્ઝન પર આ વિકલ્પ જોવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, આ અપડેટ ટૂંક સમયમાં ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ પર જલ્દી ઉપલબ્ધ થઈ જશે.

વોટ્સએપનું નવું ફીચર અહીં ઉપલબ્ધ થશે

આ ફીચર તમારા વોટ્સએપ એકાઉન્ટની પ્રાઈવેસી અને સિક્યોરિટીમાં સુધારો કરશે. જ્યારે આ ફીચર આવશે ત્યારે તમને ‘Block unknown account messages’નો વિકલ્પ મળશે. આ ફીટર તમે ‘સેટિંગ્સ’ પર જઈને અને તેને ‘એડવાન્સ્ડ’ ઓપ્શનમાં શોધી શકશો. આ ફીચરને એક્ટિવેટ કરીને તમે અજાણ્યા નંબરો પરથી આવતા વોટ્સએપ મેસેજ રોકી શકશો.

સાયબર ફ્રોર્ડથી બચવામાં મદદ કરશે

ઘણી વાર એવું જોવા મળે છે કે, વોટ્સએપ પર અજાણ્યા લોકો તરફથી ઘણા મેસેજ આવે છે. ઘણી વખત અજાણ્યા નંબરો દ્વારા છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં વોટ્સએપનું આવનારું ‘બ્લોક અનનોન એકાઉન્ટ મેસેજ’ ફીચર લોકોને છેતરપિંડીથી બચાવવામાં ઘણી મદદ કરશે. જો કોઈ અજાણ્યા નંબર પરથી ચોક્કસ સંખ્યામાંથી વધુ મેસેજ આવે છે, તો આ ફીચર આ નંબર પરથી આવતા મેસેજને ઓટોમેટિક બંધ કરી દેશે. અજાણ્યા નંબરોના ચુંગાલમાં ફસાઈ જવાથી બચવા માટે આ ફીચર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. હાલમાં વોટ્સએપે આ ફીચર વિશે કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button