NATIONAL

જ્યારે સીએમ યોગીએ લિટલ ચેસ ચેમ્પિયન સાથે કર્યો મુકાબલો..જુઓ તસવીરો

યુપીમાં સીએમ યોગી આદિત્યનાથનો આજે એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. સીએમ યોગી પોતાના કડક નિવેદનો અને ગુંડા તત્વોની સામે લાલ આંખ કરતા આવ્યા છે. સીએમ યોગીને આપણે એક મજબૂત નેતા તરીકે જોઇએ છીએ. ત્યારે આજે સીએમ યોગીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

સૌથી નાની ઉંમરનો ચેમ્પિયન 

યુપી સીએમ યોગી આદિત્યનાથ જનતા વચ્ચે અવાર નવાર જાય છે. તેઓ ગોરખપુર મંદિરમાં જાય ત્યારે પણ ત્યાં આવેલા લોકોને વિનમ્રતાથી મળે છે. જનતા દરબાર યોજીને લોકોની સમસ્યાને દૂર કરે છે. ત્યારે આજે સીએમ યોગી બાળક સાથે બાળક જેવા બની ગયા હતા. સીએમ યોગી આજે ગોરખપુર મંદિરની મુલાકાત દરમિયાન ચેસ રમતા ખેલાડી સાથે ચેસ રમતા જોવા મળ્યા. આ ખેલાડી કોઇ બીજુ નહી પણ સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો. તેનું નામ છે કુશાગ્ર અગ્રવાલ.

મહત્વનું છે કે ચેસના ખેલાડી કુશાગ્ર અગ્રવાલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આશીર્વાદ લેવા ગોરખનાથ મંદિર પહોંચ્યો હતો.. કુશાગ્રની ઉંમર માત્ર 5 વર્ષ અને 11 મહિના છે અને તે UKGમાં અભ્યાસ કરે છે. પરંતુ ચેસની ચાલમાં તે ભલભલાને હરાવે છે. ચેસમાં તેની સિદ્ધિઓ તેની ઉંમર કરતા ઘણી વધારે છે. 1428 ના રેપિડ FIDE રેટિંગ સાથે, તે હાલમાં ભારતમાં સૌથી યુવા FIDE-રેટેડ ખેલાડી છે.

સીએમ યોગીએ ચેસ પણ રમી હતી

કુશાગ્રએ 4 વર્ષની ઉંમરે ચેસ રમવાની શરૂઆત કરી હતી. તેમની પ્રતિભાના આધારે તેણે એક વર્ષમાં FIDE રેટિંગ પ્રાપ્ત કર્યું. તેણે ચેસની પ્રારંભિક તાલીમ તેની બહેન અવિકા પાસેથી મેળવી હતી. તે પણ ઉત્તમ ચેસ ખેલાડી છે. અત્યાર સુધી કુશાગ્રએ પટના, બેંગલુરુ, પુણેમાં યોજાયેલી લગભગ આંતરરાષ્ટ્રીય FIDE રેટેડ સ્પર્ધાઓમાં ભાગ લઈને પુરસ્કારો જીત્યા છે. સીએમ યોગીને મળ્યા બાદ કુશાગ્ર ખૂબ ખુશ દેખાતો હતો.

સીએમ યોગી ચેમ્પિયન સાથે રમ્યા ચેસ

સીએમ યોગી લિટલ ચેમ્પને મળીને ખુશ થયા. તેમણે કુશાગ્રને આશીર્વાદ આપ્યા અને તેની સાથે ચેસ રમીને તેનો ઉત્સાહ પણ વધાર્યો હતો. તેમણે કુશાગ્ર સાથે ચેસની ચાલ વિશે તથા ચેસ રમત સાથે જોડાયેલી નાની નાની ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે પણ ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું કે કુશાગ્રની પ્રતિભાને વધુ નિખારવા માચે યુપી સરકાર દરેક પ્રકારની મદદ કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચેસનો લિટલ ઇન્ટરનેશનલ ચેમ્પિયન આવનારા સમયમાં ગોરખપુર અને પ્રદેશનું નામ દેશ અને દુનિયામાં રોશન કરશે. 




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button