- નાસાએ શેર કરી અદભૂત તસવીર
- ભારત પર વીજળી પડી તે દરમિયાન લેવાઇ તસવીર
- સોશિયલ મીડિયામાં તસવીર થઇ વાયરલ
નાસાના અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિકે એક દુર્લભ તસવીર શેર કરી છે જે સોશિયલ મીડિયામાં ભારે વયારલ છે. આ તસવીર અંતરિક્ષમાંથી લેવામાં આવી છે. જેમાં રાતને આકાશમાં વીજળી પડવાથી ચમકદાર અને શાનદાર નજારો જોવા મળે છે. પૃથ્વીની પૃષ્ઠભૂમિમાં કેદ થયેલી વીજળીના આ ફ્લેશે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ખાસ વાત એ છે કે આ તસવીર એટલી પરફેક્ટ છે કે તેને કોઈ એડિટીંગની જરૂર નથી.
ડોમિનિકે શેર કરી તસવીર
અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિકે આ તસવીરના શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે લાઈટનિંગ ઓવર ઈન્ડિયા એટ નાઈટ. હું વીજળીને પકડવા માટે બર્સ્ટ મોડનો ઉપયોગ કરું છું. હું આશા રાખું છું કે ફ્રેમમાં વીજળી આવે. જ્યારે આ વીજળી ફ્રેમની બરાબર મધ્યમાં આવી ત્યારે હું અત્યંત ખુશ હતો ક્રોપ કરવાની કોઇ જરૂર પડી નહી.
ભારતમાં ક્યા પડી વીજળી ?
ડોમિનિકે જણાવ્યું હતું કે સ્પેસ સ્ટેશનની ઝડપી ગતિ અને 1/5 સેકન્ડના એક્સપોઝર ટાઈમને કારણે આવુ દ્રશ્ય જોવા મળ્યું હતું. તસવીર પર લોકોની રસપ્રદ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝરે પૂછ્યું કે શું આ વીજળી બેંગલુરુ પાસે ડેક્કન પ્લેટુની વચ્ચે પડી છે?’ ડોમિનિકે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી, પરંતુ લોકો એ જાણવા માંગતા હતા કે આ વીજળી ભારતના કયા ભાગમાં પડી છે.
સોશિયલ મીડિયામાં થઇ રહી છે પ્રશંસા
આ તસવીરે સોશિયલ મીડિયા પર માત્ર વાહવાહી જ નથી મેળવી પરંતુ લોકોને ચોંકાવી પણ દીધા છે. લોકો આ અદભૂત તસવીરના વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને કુદરતનો અદભુત ચમત્કાર ગણાવી રહ્યા છે તો કેટલાક તેને ડોમિનિકની પરફેક્ટ ફોટોગ્રાફીનું પરિણામ ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે અવકાશમાંથી લેવાયેલ આ દૃશ્ય દર્શાવે છે કે વિજ્ઞાન અને પ્રકૃતિ વચ્ચેનો સમન્વય આપણી દુનિયાને કેવી રીતે વધુ સુંદર બનાવે છે.