![Saif Ali Khan Stabbed: હુમલો થયો ત્યારે ક્યાં હતી કરીના કપૂર? Saif Ali Khan Stabbed: હુમલો થયો ત્યારે ક્યાં હતી કરીના કપૂર?](https://i2.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/01/16/vc9dcN6NIYEoVR9SCJ03BrEgmEmJNEclNM76oqgo.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. હાલ સૈફઅલી ખાનની ન્યુરો સર્જરી થઈ ગઇ છે.. તેમના શરીરમાંથી બે થી ત્રણ ઇંચ લાંબી તીક્ષ્ણ વસ્તુ કાઢવામાં આવી છે. આ છરીનો એક ભાગ હોવાનું કહેવાય છે. હવે સૈફ અલી ખાનની કોસ્મેટિક સર્જરી થઈ રહી છે. ત્યારે આ બધા વચ્ચે એક સવાલ થાય કે હુમલો થયો તે દરમિયાન કરીના કપૂર ક્યાં હતી ?
ક્યાં હતી કરીના કપૂર ?
જ્યારે હુમલો થયો ત્યારે સૈફ અલીખાન તેના પુત્રો તૈમૂર અલી ખાન અને જહાંગીર સાથે ઘરમાં હતો. આ દરમિયાન એક ચોર ઘરમાં ઘૂસી ગયો. જોકે એવું લાગે છે કે તેની પત્ની, અભિનેત્રી કરીના કપૂર ખાન તેની બહેન કરિશ્મા કપૂર અને મિત્રો રિયા કપૂર અને સોનમ કપૂર સાથે હતી. આવુ એટલા માટે કહી શકાય કારણ કે કરીના કપૂરે સોશિયલ મીડિયામાં એક સ્ટોરી શેર કરી હતી.
કરીનાએ રાત્રે 2 વાગ્યાની આસપાસ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો રિશેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સૈફઅલી ખાન પર સવારે 2:30 વાગ્યે હુમલો થયો હતો. મીડિયાના એક અહેવાલ મુજબ કરીના સવારે 4:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં દોડી ગઈ હતી. ઘણા અહેવાલોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હુમલો થયો ત્યારે કરીના ઘરે હતી. હાલ તો સોશિયલ મીડિયા પર મૂકેલી સ્ટોરી પર અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે કરીના કપૂર ઘરની બહાર હતી. પણ એવુ પણ બની શકે છે કે આ ફોટો તેણે બહુ મોડા પોસ્ટ કર્યો હોય અને તે કદાચ ઘરે પણ હોય તે સમયે..આ બધુ અનુમાન જ છે.
મુંબઇ ક્રાઇમ બ્રાંચે હાથ ધરી તપાસ
આ હુમલો સતગુરુ શરણ બિલ્ડિંગમાં થયો હતો, જ્યાં સૈફ તેના પરિવારના સભ્યો સાથે રહે છે. મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લૂંટારા પહેલા સૈફની નોકરાણી સાથે ઝઘડો કર્યો હતો. જ્યારે અભિનેતાએ પરિસ્થિતિ શાંત કરવા માટે દરમિયાનગીરી કર ત્યારે ઘુસણખોર આક્રમક બની ગયો, જેના પરિણામે ઝપાઝપી થઈ હતી. સૈફની પીઆર ટીમ દ્વારા આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે, અને કહેવામાં આવ્યું છે કે તે ચોરીનો પ્રયાસ હતો. તેમની સત્તાવાર મેસેજમાં લખ્યુ છે કે સૈફ અલી ખાનના નિવાસસ્થાને ચોરીનો પ્રયાસ થયો હતો. તેઓ હાલમાં હોસ્પિટલમાં સર્જરી હેઠળ છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે.” હાલ આ મામલે મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે.
Source link