બોલીવુડની એવરગ્રીન એક્ટ્રેસ રેખાએ તાજેતરમાં કપિલ શર્માના શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં ભાગ લીધો હતો. શો દરમિયાન, પીઢ એક્ટ્રેસે તેના જીવન સાથે જોડાયેલા ઘણા રસપ્રદ ખુલાસા કર્યા. શોમાં જજની ભૂમિકા નિભાવી રહેલી અર્ચના પુરણ સિંહે પણ સેટ પરથી રેખા સાથેની પોતાની ઘણી તસવીરો તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.
આ દરમિયાન અર્ચનાએ કેપ્શનમાં કહ્યું કે તેણે એક વખત રેખાને પૂછ્યું હતું કે તેની લાઈફમાં મિસ્ટ્રી મેન કોણ છે. તેના પર એક્ટ્રેસે એવો જવાબ આપ્યો કે તે આશ્ચર્યચકિત થઈ ગઈ.
અર્ચના પુરણ સિંહે શેર કરી રેખા સાથેની તસવીરો
રેખાએ આ શો માટે ક્રીમ અને રેડ કલરની સાડી પહેરી હતી. અર્ચનાએ ગ્રે બ્લેઝર અને મેચિંગ પેન્ટ સાથે ચમકદાર બ્લેક ટોપ પહેર્યું હતું. બંનેએ એકબીજાને પકડીને ખૂબ પોઝ આપ્યા હતા. અર્ચનાએ પોતાનો સોલો ફોટો પણ શેર કર્યો છે. અર્ચનાએ રેખા સાથેનો પોતાનો ફોટો શેર કરતા એક લાંબી પોસ્ટ પણ લખી છે.
તેણે પોસ્ટને કેપ્શન આપ્યું છે કે “જ્યારે મેં રેખાજીનું સાવન ભાદોન જોયું, ત્યારે હું એક નાનકડા શહેરની બાળક હતી અને મને ક્યારેય બોમ્બે જવાની કોઈ અપેક્ષા ન હતી… અને ચોક્કસપણે તેને રૂબરૂ મળવાની કોઈ અપેક્ષા ન હતી.” પછી વર્ષો પછી મેં તેમની સાથે કામ કર્યું લાડી ફિલ્મમાં, જ્યાં તેણે મને તેના મેક-અપ રૂમમાં બોલાવી અને મને મેક-અપ અને નકલી પાંપણો લગાડવાની સલાહ આપી, આ ટ્રેન્ડ તેને બોલીવુડમાં શરૂ કરવાનો શ્રેય આપવામાં આવે છે.
જ્યારે રેખાએ અર્ચનાને તેના મિસ્ટ્રી મેન વિશે વાત કરી
અર્ચનાએ આગળ લખ્યું છે કે “મને યાદ છે કે અમે ફિલ્મસિટીના લોનમાં આ અને તે વિશે વાત કરી રહ્યા હતા, અને જ્યારે મેં તેને પૂછ્યું કે તે કયા મિસ્ટ્રી મેન વિશે વાત કરે છે, ત્યારે તેને જવાબ આપ્યો કે ‘તમે નથી જાણતા કે તે કોણ છે’?” અર્ચનાએ વધુમાં કહ્યું કે તે અદ્ભુત છે, તે એક લિવિંગ લીજેન્ડ છે, અને તેને જાણવું અને તેને દર વખતે મળવાનો ખૂબ જ આનંદ રહ્યો છે!! “નાના વતનના નાના બાળકોના સપના સાકાર થાય છે.”
તમને જણાવી દઈએ કે રેખા નેટફ્લિક્સના શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલના આજના એપિસોડમાં જોવા મળશે. આ એપિસોડનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં કૃષ્ણા અભિષેક બિગ બીના ગેટઅપમાં રેખા સાથે ડાન્સ કરતા જોવા મળે છે.