- સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં પોલ ખુલી
- તંત્રની નોટિસ છતા પણ રાઇડ્સમાં બેદરકારી
- રાઇડ્સ ધારકો નોટિસનો કરી રહ્યા છે નજર અંદાજ
પોરબંદરમાં ફરી એકવાર આનંદ મેળામાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં આનંદ મેળામાં બેદકારીના દ્રશ્યો સામે આવ્યા છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં પોલ ખુલી છે. તંત્રની નોટિસ છતા પણ રાઇડ્સમાં બેદરકારી જોવા મળી છે. રાઇડ્સ ધારકો નોટિસને નજર અંદાજ કરી રહ્યા છે. જેમાં કેટલાક યુવકો જોખમી રીતે રાઇડ્સ કરતા નજરે પડ્યા છે.
આનંદ મેળો મોતનો મેળો બનશે તો જવાબદાર કોણ?
આનંદ મેળો મોતનો મેળો બનશે તો જવાબદાર કોણ? જેમાં ગઇકાલે પણ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હતા. તેમાં સંદેશ ન્યૂઝનું આનંદ મેળામાં રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે રાઇડ્સ ધારકો નિયમોનું પાલન કરતા નથી. તેમાં પોરબંદરના આનંદ મેળામાં રાઇડ્સ ધારકોને નોટિસ મળ્યા બાદ પણ બેદરકારી સામે આવી છે.પોરબંદરના SDM સંદીપ જાદવ દ્વારા નોટિસ આપવા છતાં પણ રાઇડ્સ ધારકોએ નોટિસને નજર અંદાજ કરી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. પબ્લિકના જીવને જોખમમાં મૂક્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. પબ્લિક જોખમી રીતે રાઈડ્સમાં બેસવા છતાં હજુ રાઇડ્સ ધારકો રાઇડ્સ ચલાવતા નજરે ચડે છે.
તા.4 સપ્ટેમ્બર સુધી લોકો મેળાનો આનંદ માણી શકશે
આગામી તા.4 સપ્ટેમ્બર સુધી લોકો મેળાનો આનંદ માણી શકશે. પોરબંદરના ઘુઘવાતા સાગર કિનારે હાલ તો લોકો આનંદ મેળાનો આનંદ લૂંટતા નજરે પડી રહ્યા છે. પોરબંદરવાસીઓ જન્માષ્ટમીના લોકમેળાની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે મેળાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર બે દિવસ સુધી લોકોએ મેળાની મજા માણી હતી. પરંતુ જન્માષ્ટમીના દિવસે રાત્રીના વરસાદ આવતા મેળો બંધ કરવામાં આવ્યો હતો અને ગુરુવારે મેળો રદ કરવાની જાહેરાત તંત્રએ વિધિવત રીતે કરી દીધી હતી. જેમા મેળો શરૂ રહેતા બેદરકારીના દ્ર્શ્યો સામે આવ્યા છે.
Source link