ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બંને વચ્ચે અણબનાવ છે. પરંતુ અભિષેક બચ્ચને આ સમાચારને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તે હજુ પરિણીત છે. જ્યારે ઐશ્વર્યા રાયે આ મુદ્દે મૌન જાળવી રાખ્યું છે.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેનું અંતર?
ઐશ્વર્યા અને અભિષેક ઘણીવાર અલગ-અલગ જોવા મળે છે. તાજેતરમાં ઐશ્વર્યા રાયનો તેના પરિવાર સાથેનો એક ફોટો સામે આવ્યો હતો, આ ફોટામાં ઐશ્વર્યા રાય તેના કઝિન સાગર શેટ્ટીનો જન્મદિવસ ઉજવતી જોવા મળી હતી. પરંતુ અભિષેક બચ્ચન એનો ભાગ ન હોતો. આ ફોટોને લઈને સોશિયલ મીડિયા પર એવા સમાચાર છે કે અભિષેક પાર્ટીમાં કેમ ન હતો.
આ કારણે ન જોવા મળ્યો અભિષેક બચ્ચન
મીડિયા રિપોર્ટ મુજબ તેમના રિપ્રેઝેન્ટેટિવે નિવેદન શેર કરતી વખતે અભિષેક બચ્ચનના જન્મદિવસની ઉજવણીમાં ગેરહાજરી પાછળનું કારણ સમજાવ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક તેની દાદી ઈન્દિરા ભાદુરીનું ધ્યાન રાખવા માટે ભોપાલમાં છે. તેની નાની બીમાર છે. બચ્ચન પરિવાર હંમેશા એકબીજાને સપોર્ટ કરવાના મહત્વ પર ભાર મૂકે છે. અભિષેકે તેની નાની સાથે સમય વિતાવવા અને તેની સંભાળ રાખવાને વધુ મહત્વ આપ્યું.
માતા સાથે જોવા મળે છે આરાધ્યા
ઐશ્વર્યા અને અભિષેકની વાત કરીએ તો તેમના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. તેમના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. વેડિંગ ફંક્શનના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. બંને એક પુત્રીના માતા-પિતા છે. તેમણે દીકરીનું નામ આરાધ્યા રાખ્યું છે. આરાધ્યા ઘણીવાર તેની માતા સાથે જોવા મળે છે. આરાધ્યા પણ બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી.