હિંડનબર્ગના સ્થાપક એન્ડરસને અંગત નોંધમાં તેના બંધ થવાના કારણનો વિગતવાર જવાબ આપ્યો છે અને કહ્યું છે કે હિંડનબર્ગ તેના લક્ષ્યાંકોને પૂર્ણ કરી ચૂક્યો છે. હવે સવાલ એ થાય છે કે હિંડનબર્ગ બંધ થયા પછી ટીમના સભ્યો શું કરશે.
અદાણીની કંપનીઓને શેરબજારમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે તેની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. હિંડનબર્ગ એ જ કંપની છે જેણે 2023માં ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની કંપનીઓ વિરુદ્ધ નકારાત્મક અહેવાલ જારી કર્યો હતો.આ અહેવાલો આવ્યા બાદ અદાણીની કંપનીઓને શેરબજારમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. અદાણી ગ્રુપે હંમેશા હિંડનબર્ગના આરોપોને ફગાવી દીધા છે
અદાણી ગ્રૂપની કંપનીઓએ કરી હતી નુકસાનની ભરપાઈ
અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિપોર્ટના કારણે બેશન ગૌતમ અદાણીને શરૂઆતના તબક્કામાં નુકસાન સહન કરવું પડ્યું હતું, પરંતુ થોડા સમય પછી અદાણી ગ્રૂપની કંપનીઓએ આ નુકસાનની ભરપાઈ કરી હતી. હિંડનબર્ગ ફર્મના સ્થાપક નેટ એન્ડરસને તેમની ફર્મ બંધ કરવાના નિર્ણય પર કહ્યું કે હિંડનબર્ગે તેના લક્ષ્યાંકો હાંસલ કર્યા છે.
હિંડનબર્ગ બંધ થવાનું કારણ ?
હિંડનબર્ગના સ્થાપક એન્ડરસને વ્યક્તિગત નોંધમાં તેના બંધ થવાનું કારણ વિગતવાર સમજાવ્યું હતું, તેમણે કહ્યું કે હિંડનબર્ગે તેના લક્ષ્યો પૂરા કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે હિંડનબર્ગને બંધ કરવાની યોજના ઘણા સમયથી ચાલી રહી હતી, જેમાં અમારે એક પોન્ઝી સ્કીમની તપાસ પૂર્ણ કરવાની હતી.
હિંડનબર્ગ શરૂ થઈ ત્યારબાદ તેની સામે ત્રણ કેસ થયા
હિંડનબર્ગની શરૂઆતનું વર્ણન કરતાં એન્ડરસને કહ્યું કે, જ્યારે હિંડનબર્ગની શરૂઆત થઈ હતી. તે સમયે સંસાધનો અને નાણાં બંનેનો અભાવ હતો, પરંતુ સમય જતાં હિંડનબર્ગે તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક કિસ્સો શેર કરતી વખતે, તેણે કહ્યું કે જ્યારે હિંડનબર્ગ શરૂ થઈ હતી. ત્યારબાદ તેની સામે ત્રણ કેસ થયા, જેના કારણે તેની પાસે જે પણ પૈસા હતા તે ગયા. આવા સમયે વકીલ બ્રાયન વુડે તેમની ઘણી મદદ કરી હતી.
હિંડનબર્ગની ટીમ હવે શું કરશે?
હવે સવાલ એ થાય છે કે હિંડનબર્ગ બંધ થયા પછી ટીમના સભ્યો શું કરશે. મળતી માહિતી મુજબ, હિંડનબર્ગની ટીમમાં 11 સભ્યો હતા. જેઓ હવે પોતાની ફાઇનાન્શિયલ રિસોર્સિસ ફર્મ ખોલવાનું વિચારી રહ્યા છે. તેમના સમાપન ભાષણમાં, એન્ડરસને તેમની પત્ની, કુટુંબીજનો, મિત્રો અને વાચકોનો તેમના અતૂટ સમર્થન માટે આભાર માન્યો.
Source link