ENTERTAINMENT

Punjab: દિલજીતની ટ્વીટ કેમ બની વિવાદનું કારણ

દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા પંજાબના ગાયક કલાકાર દિલજીત દોસાન્ઝ ફરીએકવાર ચર્ચામાં છે.દિલજીત હાલમાં ભારતમાં લાઇવ કોન્સર્ટ કરી રહ્યા છે.ત્યારે એક્સ પ્લેટફોર્મ પર તેમણે કરેલી એક ટ્વીટ બાદ લોકો પ્લેટફોર્મ પર વિરોધ કરી રહ્યા છે.દિલજીત દ્વારા ચંદીગઢ ખાતે તેમના કોન્સર્ટ કરવા પહોંચ્યાં ત્યારે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પંજાબના સ્પેલિંગને ખોટો લખ્યો હતો. જે બાદ તમામ વિવાદ ઉભો થયો હતો. દિલજીતે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે કેટલી વાર મારે કેટલી વાર સાબિત કરવું પડશે કે હું ભારતને ચાહું છું.

દિલજીતે આપી સફાઇ કહ્યું કેટલી વાર સાબિત કરું ભારતને ચાહું છું.?

એક્સ પરની ટ્વીટના વિવાદ બાદ દિલજીતે સફાઇ આપતા કહ્યું હતું કે પંજાબ ને “PUNJAB” લખું કે “PANJAB” પંજાબ તો પંજાબ જ રહેવાનું છે. તો આ બાબતે વિવાદ કેમ? હું ભારતને જ પ્રેમ કરું છું ટે મારે કેટલી વાર સાબિત કરવું પડશે. વધુમાં પંજાબ શબ્દનો અર્થ જણાવતા તેમણે લખ્યું હતું કે “પંજ-આબ એટલે ૫ નદીઓ”.અંગ્રેજોની ભાષાના સ્પેલિંગમાં ભૂલો શોધવાવાળા લોકો તમને બીજું કોઈ કામ નથી મળતું..?

સોશિયલ મીડિયા પર પોસ્ટના વિવાદો

દિલજીતે પહેલા પણ પંજાબી ભાષામાં પંજાબ લખ્યું હતું અને સાથે ભારતીય ફલેગનો ઇમોજી લગાવ્યો હતો. તો બેંગલોરના એક કાર્યક્રમ દરમિયાન ટ્વીટ કરતાં ભારતીય ફલેગની ઇમોજી રહી ગઈ હતી.ત્યારે પણ વિવાદ સર્જાયો હતો.તો દિલજીતે તેમના એક્સ પરની જૂની આ પોસ્ટ અને પંજાબ યુનિવર્સિટીના સ્પેલિંગવાળો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.

કેમ વિવાદ બની પોસ્ટ ?

દિલજીતે તેમના લાઈવ કોન્સર્ટ માટે પંજાબ પહોંચી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ  પર વિડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે – “PANJAB” અને મેપ ઇમોજી. હકીકતમાં વિવાદ પંજાબના સ્પેલિંગનો છે.આ વિવાદ જાણવા માટે ઇતિહાસમાં એક આંટો મારવો પડશે. વર્ષ ૧૯૪૭ માં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા. આ સમયે પંજાબ પ્રાંતના પણ ભાગ પડ્યા હતા.ત્યારે પાકિસ્તાનના વિસ્તારવાળા પંજાબને “PANJAB” અને ભારતના વિસ્તારવાળા પંજાબને “PUNJAB” એમ લખાય છે. દિલજીતે પોસ્ટમાં પાકિસ્તાન વિસ્તારના પંજાબવાળો સ્પેલિંગ PANJAB લખ્યું હતું.

ગુરુ રંધાવાના ટ્વીટ બાદ મુદ્દો વિવાદમાં

દિલજીતે તેની પોસ્ટમાં પાકિસ્તાન વિસ્તારના પંજાબવાળો સ્પેલિંગ PANJAB લખ્યું હતું. જે બાદ પંજાબના જ ગાયક કલાકાર ગુરુ રંધાવાએ પોતાની ટ્વીટમાં PUNJAB લખી ભારતના ફલેગની ઇમોજી પોસ્ટ કરી હતી. રંધાવાએ બીજી ટ્વીટ કરી કે, મારી માટી મારો દેશ શ્રેષ્ઠ દેશ છે. એકજુટ થઈ દેશને સહકાર આપો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button