SPORTS

શું ઇશાન કિશનને મુંબઇ ઈન્ડિયન્સ કરશે રિટેન? ફ્રેન્ચાઇઝીએ આપી મોટી હિન્ટ

ઈશાન કિશને મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણા પ્રસંગોએ સારું પ્રદર્શન કર્યું છે. ટીમ તેને ફરી એકવાર તક આપી શકે છે. IPL 2025ની મેગા હરાજી પહેલા રિલીઝ અને રીટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે. મુંબઈની ટીમ ઈશાનને રિટેન કરી શકે છે. ઈન્ડિયા C તરફથી રમતા ઈશાન કિશને શાનદાર બેટિંગ કરતા ઈન્ડિયા B વિરુદ્ધ સદી ફટકારી હતી. મોટી વાત એ છે કે ભારતીય C ટીમે તેના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડને ઈજાના કારણે ગુમાવ્યો હતો, તે મેચના બીજા બોલ પર રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો, પરંતુ આ પછી ઈશાન કિશને પોતાની સ્ટાઈલમાં સદી પૂરી કરી હતી. ઈશાન કિશને 90ની આસપાસના સ્ટ્રાઈક રેટથી સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની 7મી સદી છે. ઈશાન કિશનની આ સદી એટલા માટે પણ ખાસ છે કારણ કે તેણે 2 વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદી ફટકારી છે.

પ્રથમ મેચમાં રમી શક્યો નહોતો ઈશાન

ઈશાન કિશન પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો. આ ખેલાડી ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે પ્રથમ મેચમાંથી બહાર રહ્યો હતો પરંતુ તે ફીટ થતા જ ઈશાન કિશને પોતાની પ્રતિભા બતાવી દીધી હતી. ઈશાને ઈન્ડિયા બીના બોલરોને જબરદસ્ત માર માર્યો હતો. ખાસ કરીને સ્પિનરો તેના નિશાને હતા. તેણે વોશિંગ્ટન સુંદરને શાનદાર રીતે રમ્યો અને જ્યારે તેને તક મળી ત્યારે કોઈ નબળા બોલને છોડ્યો નહીં. ઇશાન કિશને 111 રનની ઇનિંગ રમી હતી.

મુંબઇ ઈન્ડિયન્સે ઇશાનને લઇ કરી પોસ્ટ

ઈશાને દુલીપ ટ્રોફીની એક મેચમાં સદી ફટકારી હતી. આ પછી મુંબઈએ તેના માટે એક પોસ્ટ શેર કરી છે. મુંબઈએ ઈશાન કિશનનો ફોટો શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, “14 ચોગ્ગા અને 3 મોટા છગ્ગા.” ‘ટ્રેડમાર્ક ઈશાન’ મુંબઈની પોસ્ટ પર ચાહકોએ પણ પ્રતિક્રિયા આપી છે. દુલીપ ટ્રોફી 2024ની ચોથી મેચ ઈન્ડિયા B અને ઈન્ડિયા C વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ઈશાને 126 બોલનો સામનો કર્યો અને 111 રન બનાવ્યા.

ઈશાન કિશનનુ IPL કરિયર

ઈશાન કિશન 2016થી IPLમાં રમી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ ઉપરાંત તે ગુજરાત લાયન્સ તરફથી રમી ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેણે 103 IPL મેચોમાં કુલ 2590 રન બનાવ્યા છે જેમાં 16 અડધી સદી સામેલ છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 99 રહ્યો છે. તેણે IPLમાં 249 ફોર અને 117 સિક્સર ફટકારી છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button