કેટલાક લોકોને માવા ચીક્કી એટલી પસંદ હોય છે કે તેઓ નિયમિત તેનું સેવન કરતા હોય છે. જ્યારે કેટલાક લોકો તેને શિયાળામાં ખાવાનું પસંદ કરતા હોય છે. તો ઘરે બનાવવા માટે મગફળીના દાણા, ગોળ, ઘી સહિતની સામગ્રીની જરુર પડશે.
ઘરે માવા ચીક્કી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં મગફળીના દાણાને શેકી લો. ત્યારબાદ મગફળીના દાણાને ઠંડા કરી તેની છાલ કાઢી લો.
હવે મગફળીના દાણાને સારી રીતે પીસી લો. તમે ઈચ્છો તો મગફળીના દાણાને થોડા મોટા રાખી શકો છો. ત્યારબાદ એક પેનમાં ઘી મુકો. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો.
ઘીમાં ગોળ સંપૂર્ણ પણે ઓગાળી દો. ધ્યાન રાખો કે ગોળની ચાસણી વધારે કડક થઈ ન જાય નહીં તરફ ચીક્કી કડક બનશે. હવે આ ચાસણીમાં મગફળીનો ભૂકો ઉમેરી સતત હલાવો જેથી મિશ્રણમાં ગાંઠા ન પડી જાય. 3- 4 મિનિટ પછી તમે ગેસને બંધ કરી દો.
હવે આ મિશ્રણને એક વાસણમાં કાઢી ઠંડુ થાય ત્યાર બાદ તમે તેના ટુકડા કરીને સર્વ કરી શકો છો. આ સાથે જ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો.
Source link