BUSINESS

Business: નિયમો કડક બનતા IPOમાટે હવે SME રોકાણકારોને ગેરમાર્ગે નહીં દોરી શકે

બુધવારે યોજાયેલી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની બોર્ડ બેઠકમાં લગભગ 19 નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એસએમઈ) માટે લિસ્ટિંગના કડક નિયમોનો પણ સમાવેશ થાય છે. રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ આરઈઆઈટી) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આઈએનવીઆઈટી) માટેના નિયમોને હળવા બનાવવામાં આવ્યા હતા. અનપબ્લિશ્ડ પ્રાઈઝ સેન્સિટિવ ઈન્ફોર્મેશન (યુપીએસઆઈ)ની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરવામાં આવી છે. રોકાણકારોને આકર્ષવા માટે કેટલાક એસએમઈ દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવતાં ફૂલગુલાબી ચિત્રની બદીને અટકાવવા માટે હવેથી ફરજિયાત કરવામાં આવ્યું છે કે, ત્રણ વર્ષમાંથી બે વર્ષમાં એસએમઈનો ઓપરેટિંગ નફો રૂ.એક કરોડ હોવો જોઈએ. પ્રમોટર્સનો લોક-ઈન પિરિયડ એક વર્ષથી બે વર્ષ કરતાં વધુના સમયગાળા માટેના પ્રમોટર્સના લોક-ઈન પિરિયડને તબક્કાવાર રીતે દૂર કરવાને પણ મંજૂરી આપવામાં આવી છે. ઓફર ફોર સેલ (ઓેએફએસ) કુલ ઈશ્યૂ કદના 20 ટકાથી વધુ ન હોવું જોઈએ અને જનરલ કોર્પોરેટ બાબતો માટેની રકમની મર્યાદા 15 ટકા નિર્ધારિત કરવામાં આવી છે. પ્રમોટર્સના લઘુત્તમ પ્રોમોટર યોગદાન (એમપીસી)થી વધુ હોલ્ડિંગ પર લોક-ઈન તબક્કાવાર રીતે રિલિઝ કરવામાં આવશે. એટલે કે, એમપીસી કરતાં વધુ હોલ્ડિંગ માટે 50 ટકા પ્રમોટર્સનું લોક-ઈન એક વર્ષ પછી રિલીઝ કરવામાં આવશે. બાકીના 50 ટકા પ્રમોટર્સની એમપીસી કરતાં વધુ હોલ્ડિંગ માટેનું લોક-ઈન બે વર્ષ પછી મુક્ત કરવામાં આવશે. સેબીએ પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન નામક પર્ફોર્મન્સ વેલિડેશન એજન્સીને રચનાને પણ મંજૂરી આપી છે.

સેબી દ્વારા લેવાયેલા મહત્ત્વના નિર્ણયો

SME IPO :

ઈશ્યૂઅર્સનો ત્રણ વર્ષમાંથી બે વર્ષનો ઓપરેટિંગ નફો રૂ.1 કરોડ હોવો જોઈએ

ઓફર ફોર સેલ (ઓેએફએસ) કુલ ઈશ્યૂ કદના 20 ટકાથી વધુ ન હોવું જોઈએ

મર્ચન્ટ બેન્કર્સ :

સેબીના કાર્યક્ષેત્ર હેઠળ માત્ર પ્રવૃત્તિઓને જ મંજૂરી

વ્યાપક UPSI સ્કોપ :

27માંથી 17 મટિરિયલ ઈવેન્ટ્સને સામેલ કરવી, જે કવર કરાયેલ નથી

કસ્ટોડિયન્સની સમીક્ષા :

 રૂ.75 કરોડની નેટ વર્થ જાળવી રાખવી

 MF 30 દિવસની અંદર NFO ફંડ જમા કરશે

 બિઝનેસ જવાબદારીઓ અને ટકાઉ અહેવાલ માટે રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આરઈઆઈટી) તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ આઈએનવીઆઈટી) માટેના નિયમો હળવા


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button