BUSINESS

World Bank: ભારતના ગ્રોથને લઈ વર્લ્ડ બેંકે આપ્યું મહત્ત્વનું નિવેદન

દેશમાં વિદેશી રોકાણકાર શેરબજારથી લઈ સ્ટાર્ટ અપમાં નાણાં લગાવી રહ્યા છે. ઈન્ડિયા મેન્યુફેકચરિંગ સેક્ટરનું ગ્લોબલ હબ બનવા જઈ રહ્યું છે. હવે વર્લ્ડ બેંકે પણ ભારતના ગ્રોથની સ્પીડની પ્રશંસા કરી છે. જાણીએ વિશ્વ બેંકે ભારતના ગ્રોથને લઈ શું કહ્યું છે. 

પ્રગતિના પંથે ભારત ઝડપથી આગળ ઘપી રહ્યું છે. એકબાજું જ્યાં વિશ્વમાં યુદ્ધની આગળમાં સળગી રહ્યું છે. ભારતમાં વિકાસ દર તેજીથી વધી રહ્યો છે. આની પાછળ એક મોટું કારણ ભારત સરકારનું કુશળ મેનેજમેન્ટ છે. સરકાર દેશમા વિદેશી રોકાણકારો માટે પણ સારી તક આપી રહી છે. આ કારણથી ભારતમાં વિદેશી રોકાણકાર શેરબદારથી લઈ સ્ટાર્ટ અપમાં નાણાં રોકી રહ્યા છે

વિશ્વ બેંકે આ વાત જણાવી

મળતી માહિતી અનુસાર, વિશ્વ બેંક તરફથી અપાયેલી જાણકારીમાં કહેવાયું કે, ગુરુવારે ભારતનો વિકાસ દર વૈશ્વિક અર્થવ્યવસ્થાના સૌથી તેજસ્વી ભાગોમાંથી એક છે. તેમાં કોઈ શંકા નથી કે ભારતનો વિકાસ દર વિશ્વ અર્થતંત્રના સૌથી તેજસ્વી ભાગોમાંનો એક છે. આ પ્રકારના વાતાવરણમાં છથી સાત ટકા અને તેનાથી ઉપરના દરે વૃદ્ધિ પામવા માટે સક્ષમ થવું બતાવે છે કે ભારતે ત્યાં પહોંચવા માટે ઘણાં પગલાં લીધાં છે.

વિશ્વ બેંકે આ વાત કહી

વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ ગુરુવારે કહ્યું કે ભારતનો વિકાસ દર વૈશ્વિક અર્થવ્યવસ્થાના સૌથી તેજસ્વી ભાગોમાંથી એક છે. બંગાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે ભારતનો વિકાસ દર વિશ્વ અર્થતંત્રના સૌથી તેજસ્વી ભાગોમાંનો એક છે. મને લાગે છે કે આ પ્રકારના વાતાવરણમાં છ થી સાત ટકા અને તેનાથી ઉપરના દરે વૃદ્ધિ પામવા માટે સક્ષમ થવું તમને બતાવે છે કે તેઓએ ત્યાં પહોંચવા માટે ઘણાં પગલાં લીધાં છે.

ભારત માટે શા માટે શુભ સંકેત?

વિશ્વ બેંકના એક અધિકારીએ આપેલું નિવેદન આગામી સપ્તાહે યોજાનારી વિશ્વ બેંક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની વાર્ષિક બેઠક પહેલા આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં મોટાભાગની વૃદ્ધિ સ્થાનિક બજારના આધારે શક્ય બની છે, જે એક રીતે સારી નિશાની છે. જે બાબતો પર ભારતે કામ કરવાની જરૂર છે અને વડાપ્રધાને પણ કહ્યું છે. જીવનની ગુણવત્તા પર કામ કરવું મહત્વપૂર્ણ છે, જેમ કે હવા અને પાણીની ગુણવત્તા વગેરે.

વિશ્વ બેંક તરફથી અપાયેલ નિવેદનમાં જણાવ્યું હતું કે બેંક વૃદ્ધિને રોજગાર અને ટકાઉ વિકાસમાં રૂપાંતરિત કરવામાં સરકારને મદદ કરી રહી છે. તેમણે વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, કારણ કે ભારતમાં મહિલાઓની ભાગીદારી વધારવાની અપાર સંભાવનાઓ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button