આજે 4 ફેંબ્રુઆરી છે એટલે કે, વર્લ્ડ કેન્સર ડે. આ દિવસ કેંસર જેવી ઘાતક બીમારીઓ માટે જાગૃત્તતા ફેલાવવાનો દિવસ છે. આ બીમારી સામે કેવી રીતે રક્ષણ મેળવવું અને કેવી રીતે તેના ઉપચાર કરવા તે માટે કેન્સર ડે ઉજવવામાં આવે છે. વિશ્વમાં વિવિધ પ્રકારના કેન્સર છે. જેના કારણે મોતના આંકડા વધી રહ્યા છે. કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે કેન્સરનો ભોગ બન્યા છે. પરંતુ પોતાની જીવનશૈલી બદલીને અને યોગ્ય સાવાર લઇને તેઓ મોતના મુખમાંથી પરત ફર્યા છે.
ફિલ્મ કલાકારોએ પણ કેન્સર સામે આપી લડત
સોનાલી બેંદ્રે, સંજય દત્ત, તાહિરા ખુરાના, કિરણ ખેર, મનીષા કોઇરાલા જેવા ફિલ્મ કલાકાર કેન્સરની બિમારી સામે પોતાની લડત આપી ચુક્યા છે. સોનાલી બેંદ્રેને વર્ષ 2018માં સ્ટેજ 4નું મેટાસ્ટેટીક કેન્સરની જાણ થઇ હતી. તેણે ન્યૂયોર્કમાં આ કેન્સરની સારવાર લીધી હતી. અને બાદમાં સ્વસ્થ થઇ હતી. તો આ તરફ, વર્ષ 2020માં સંજય દત્તને પણ પોતાને કેન્સર હોવાનું જાણવા મળ્યુ હતુ. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે, સ્ટેજ 4 લંગ કેંસરથી તે પિડીઇ રહ્યો છે. પરંતુ સારવાર લીધા તેણે પોતાના ચાહકોને જણાવ્યુ હતુ કે, તેણે આ બીમારી સામે જીત મેળવી છે. તો પરદેસ ગર્લ મહિમા ચૌધરીએ પણ બ્રેસ્ટ કેન્સર સામે હિંમતપૂર્વક લડત આપી હતી. વર્ષ 2022માં અનુપમ ખેરે ઇંસ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓએ મહિમા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર છે તેમ જણાવ્યુ હતુ.
જીવનશૈલી બદલો કેન્સરથી બચો
ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પણ કેન્સરથી પીડાઈ ચૂક્યા છે. તેમને ગળાનું કેન્સર હતું. 2019માં ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેમના પુત્ર ઋત્વિક રોશને તેમના પિતાની સ્થિતિ વિશે ખુલાસો કરતા કહ્યું, ‘તેઓ કદાચ સૌથી મજબૂત માણસ છે જેને હું જાણું છું. થોડા અઠવાડિયા પહેલા તેમને ગળાના પ્રારંભિક તબક્કાના સ્ક્વામસ સેલ કાર્સિનોમાનું નિદાન થયું હતું. પરંતુ તેમણે આ જીવલેણ રોગ સામે સંપૂર્ણ હિંમતથી લડત આપી. આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે 2018 માં જાહેરાત કરી હતી કે તે સ્તન કેન્સરથી પીડિત છે. સારવાર બાદ તે કેન્સર મુક્ત થઈ ગઈ. ગયા વર્ષે, તાહિરાએ દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. મનીષા કોઈરાલા પણ તે બોલીવુડ અભિનેત્રીઓમાંની એક છે જેમણે કેન્સરને હરાવ્યું છે. ૨૦૧૨ માં તેણીને અંડાશયના કેન્સરનું નિદાન થયું હતું અને થોડા સમય પછી તે સ્વસ્થ થઈ ગઈ હતી. 2021માં, અનુપમ ખેરે ખુલાસો કર્યો કે કિરણ ખેર મલ્ટીપલ માયલોમાથી પીડિત છે, જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. આ જીવલેણ રોગની સારવાર દરમિયાન પણ અભિનેત્રીએ કામ કરવાનું ચાલુ રાખ્યું અને હવે તેણે કેન્સરને હરાવી દીધું છે.
Source link