NATIONAL

Wrestling: વિનેશ ફોગાટ CASના નિર્ણયને પડકારવા માગતી નહોતી : સાલ્વે

રેસલિંગ છોડીને રાજકારણમાં ડેબ્યૂ કરનાર ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ અંગે વકીલ હરીશ સાલ્વેએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. સાલ્વેએ જણાવ્યું હતું કે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલની અપીલ સામે સીએએસ (કોર્ટ ઓફ આર્બિટેશન ફોર સ્પોર્ટ્સ)ના નિર્ણયને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં પડકારવાનો ફોગાટે ઇનકાર કરી દીધો હતો.

નોંધનીય છે કે ઓલિમ્પિકમાં નજીવા વજનના કારણે ફોગાટને વિમેન્સ ફરી સ્ટાઇલ 50 કિલોગ્રામ રેસલિંગ ઇવેન્ટની ફાઇનલમાં ડિસક્વોલિફાય કરી દેવામાં આવી હતી. ત્યારબાદ વિનેશ ફોગાટે સીએએસમાં આ નિર્ણય સામે અપીલ કરી હતી.

કુલભૂષણ યાદવના મામલે આઇસીજેમાં ભારતનો કેસ લડનાર હરીશ સાલ્વેએ કોર્ટમાં વિનેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું જે ભારતી ઓલિમ્પિક એસોસિયેશન તરફથી તેનો કેસ લડી રહ્યા હતા. એક સપ્તાહ સુધી ચાલેલી સુનાવણી બાદ નિર્ણય ફોગાટની તરફેણમાં આવ્યો નહોતો. તેને પેરિસ ગેમ્સમાં મેડલથી વંચિત રહેવું પડયું હતું. સાલ્વેએ એવો પણ દાવો કર્યો હતો કે વિનેશના વકીલો અન્ય કોઈ અધિકારીઓ સાથે

સંપર્કમાં રહ્યા નહોતા. શરૂઆતમાં કેટલાક દિવસ સુધી શું બની રહ્યું છે તેની કોઈને ખબર પડતી નહોતી. આઇઓસી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વકીલોને ફોગાટની લીગલ ટીમના સભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમે કોઈ માહિતી કે જાણકારી આપીશું નહીં. અમને તમામ બાબતો મળી ગઈ છે.

મેં ફોગાટને સ્વિસ કોર્ટમાં અપીલ કરવાની ભલામણ કરી હતી પરંતુ તેના વકીલોએ જવાબ આપ્યો હતો કે ફોગાટ કેસને આગળ ચલાવવા માગતી નથી. ફાઇનલમાંથી ડિસક્વોલિફાય થયા બાદ વિનેશે રેસલિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

ઓલિમ્પિયન ફોગાટે તાજેતરમાં જણાવ્યું હતું કે પેરિસમાં મને શું સમર્થન મળ્યું છે તેની મને ખબર જ નહોતી. પીટી ઉષાએ હોસ્પિટલમાં મારી મુલાકાત લીધી હતી અને ફોટો પડાવીને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે અમે તારી સાથે છીએ. રાજકારણમાં બંધ દરવાજે ઘણું બને છે તેમ પેરિસમાં પણ રાજકારણ રમાયું હતું. પ્રત્યેક જગ્યાએ રાજનીતિનો ઉપયોગ કરવામાં આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button