ગુજરાતમાં ફરી વરસાદે ધોધમાર બેટિંગ શરૂ કરી, છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 6.77 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાપીમાં 4.17 ઈંચ, ખેરગામમાં 2.24 ઈંચ, સુરતના માંગરોળમાં 2.05 ઈંચ, સુરતના માંડવીમાં 1.97 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.85 ઈંચ, પારડીમાં 1.77 ઈંચ, વલસાડમાં 1.34 ઈંચ અને ડાંગ-આહવામાં 1.30 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે (26 જુલાઈ) પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયુ છે.
28-29 જુલાઈએ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
28 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે અને રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
જ્યારે 29 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.