વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. બોલીવુડના ઘણાં સેલેબ્સ માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે, કારણ કે આ વર્ષે ઘણા કપલ્સના ઘરે નાનકડા મહેમાન આવ્યા છે. વર્ષ 2024માં ઘણી જાણીતી એક્ટ્રેસે બાળકને જન્મ આપ્યો છે.
આ સાથે તેમને માતૃત્વનો અનુભવ કર્યો. બોલીવુડથી લઈને હોલીવુડ સુધીના ઘણા ફેમસ કપલ્સ આ વર્ષે પેરેન્ટ્સ બન્યા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે કઈ સેલિબ્રિટીના ઘરે બાળક જન્મ્યું છે. આ લિસ્ટમાં ઘણી ટોપ એક્ટ્રેસના નામ પણ સામેલ છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
બોલીવુડના ફેવરિટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે 8 સપ્ટેમ્બર 2024ના રોજ દીકરીનો જન્મ થયો હતો. કપલે તેમની બાળકીનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખ્યું છે. આ કપલ ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર નવા માતાપિતા બનવાના તેમના અનુભવને શેર કરે છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માને 15 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પુત્રનો જન્મ થયો હતો. કપલે તેમના પુત્રનું નામ અકાય કોહલી રાખ્યું છે. વિરાટ અને અનુષ્કાનું બીજું સંતાન છે, આ પહેલા બોલીવુડ એક્ટ્રેસે વર્ષ 2021માં વામિકા કોહલીને જન્મ આપ્યો હતો.
વરુણ ધવન અને નતાશા દલાલ
બોલીવુડ એક્ટર વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલે 18 ફેબ્રુઆરી, 2024ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. જે પછી, 3 જૂન, 2024 ના રોજ, કપલે ઓફિશિયલ રીતે તેમની પુત્રીના જન્મની જાહેરાત કરી.
વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર
’12વી ફેલ’ એક્ટર વિક્રાંત મેસીની પત્ની શીતલ ઠાકુરે ફેબ્રુઆરી 2024માં એક પુત્રને જન્મ આપ્યો હતો. આ કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ફેન્સને આ અંગે જાણકારી આપી હતી. હાલમાં જ એક્ટરે પોતાના પરિવારને સમય આપવા માટે ફિલ્મોમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે.
કેમેરોન ડિયાઝ અને બેનજી મેડન
હોલીવુડ એક્ટ્રેસ કેમેરોન ડિયાઝ અને સંગીતકાર બેનજી મેડનને 22 માર્ચ, 2024ના રોજ એક બાળકનો જન્મ થયો હતો, જેનું નામ કાર્ડિનલ મેડન હતું. તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને, કપલે બીજી વખત માતાપિતા બનવાની જાહેરાત કરી. વર્ષ 2020ની શરૂઆતમાં કપલે તેમની પુત્રી રેડિક્સના જન્મની જાહેરાત કરી હતી.
જસ્ટિન બીબર અને હેલી બીબર
પોપ સ્ટાર સિંગર જસ્ટિન બીબર અને તેની પત્ની હેલી બીબર આ વર્ષે એક બાળકના માતા-પિતા બન્યા છે. હેલી બીબરે પુત્રને જન્મ આપ્યો છે. લગ્નના 6 વર્ષ પછી આ કપલનું પહેલું સંતાન છે. આ કપલે સોશિયલ મીડિયા પર તેમના પુત્રની એક ઝલક ફેન્સ સાથે પણ શેર કરી હતી.
યામી ગૌતમ અને આદિત્ય ધર
યામી ગૌતમે ફેબ્રુઆરી 2024માં તેની ફિલ્મ ‘આર્ટિકલ 370’ના ટ્રેલર લોન્ચ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે પ્રેગ્નેન્ટ છે. એક્ટ્રેસે તેની પ્રેગ્નેન્સી દરમિયાન પણ ફિલ્મોમાં કામ કર્યું હતું. 10 મે, 2024 ના રોજ યામી ગૌતમ અને આદિત્ય ધરના ઘરે એક નાનો મહેમાન આવ્યો, બોલીવુડ એક્ટ્રેસે પુત્રને જન્મ આપ્યો.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ
‘હીરામંડી’ અને ‘મિર્ઝાપુર’માં તેમના કામ માટે ફેમસ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલને 16 જુલાઈ 2024ના રોજ એક પુત્રીનો જન્મ થયો હતો. કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. આ કપલ હાલમાં પેરેન્ટિંગનો અનુભવ કરી રહ્યું છે.
Source link