ટૂંક સમયમાં જ આ વર્ષ એટલે કે 2024 સમાપ્ત થવા જઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ ઘણી યાદો છોડીને જઈ રહ્યું છે. આ વર્ષે પણ ઘણા સ્ટાર્સે લગ્ન કર્યા છે. કેટલાક સેલેબ્સના ઘરે બાળકોનો જન્મ થયો હતો. કેટલાક સ્ટાર્સે તો દુનિયાને અલવિદા પણ કહી દીધું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષના અંત પહેલા 2024માં કયા સ્ટાર્સે દુનિયાને અલવિદા કહ્યું.
સુહાની ભટ્ટનાગર
ફિલ્મ ‘દંગલ’માં બબીતા ફોગટની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ સુહાની ભટ્ટનાગરનું 16 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માત્ર 19 વર્ષની વયે અવસાન થયું હતું. તે ડર્માટોમાયોસિટિસ નામની બીમારીથી પીડિત હતી, જે ખૂબ જ દુર્લભ રોગ છે.
અતુલ પરચુરે
હિન્દી ફિલ્મના જાણીતા એક્ટર અતુલ પરચુરેનું 14 ઓક્ટોબર 2024 ના રોજ મુંબઈમાં અવસાન થયું. તે ‘ઓલ ધ બેસ્ટ’ થી લઈને ‘ખટ્ટા-મીઠા’ સુધીની ઘણી શાનદાર ફિલ્મોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો. લોકો અતુલને તેના અદ્ભૂત રમુજી પાત્ર અને ઉત્તમ કોમેડી ટાઈમિંગ માટે હંમેશા યાદ રાખશે.
ઋતુરાજ સિંહ
ફેમસ ફિલ્મ એક્ટર ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે 19 ફેબ્રુઆરી 2024ના રોજ મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે ‘સત્યમેવ જયતે 2’ થી લઈને ‘જર્સી’ સુધીની ઘણી ફિલ્મોનો ભાગ રહી ચુક્યો છે.
પંકજ ઉધાસ
ફેમસ પીઢ ગાયક પંકજ ઉધાસે આ વર્ષે 26 ફેબ્રુઆરીએ 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને બોલીવુડની ઘણી ફિલ્મોમાં ગઝલો અને ગીતો ગાયા છે. મોટા ભાગના લોકો તેમને ફિલ્મ ‘દયાવાન’ના ‘આજ ફિર તુમ પે’ અને ફિલ્મ ‘નામ’ના ‘ચિઠ્ઠી આયી હૈ’ જેવા ઘણા બોલીવુડ ગીતોને કારણે ઓળખે છે.
શારદા સિંહા
ખૂબ જ સુંદર અવાજના માલિક ‘શારદા સિંહા’ એ 72 વર્ષની વયે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દુનિયાને અલવિદા કહી દીધું. તેમના ગીતો વિના છઠ પર્વની ઉજવણી અધૂરી લાગે છે. તેમને બોલીવુડમાં ઘણા અદ્ભુત હિટ ગીતો ગાઈને વિશ્વભરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી લઈને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના ‘તાર બિજલી કે’ જેવા ઘણા ગીતો જેવા કે ‘કહે તોસે સજના’ના કારણે ફેન્સ તેમને ઓળખે છે.
વિપિન રેશમિયા
એક્ટર હિમેશ રેશમિયાના પિતા ફેમસ સંગીત નિર્દેશક વિપિન રેશમિયાએ 18 સપ્ટેમ્બર 2024ના રોજ 84 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી. તેમને ‘ઈન્સાફ કી જંગ’, ‘ધ એક્સપોઝ’ અને ‘તેરા સુરૂર’ જેવી ફિલ્મો બનાવી હતી.
Source link