વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે અને આ વર્ષે એપલથી લઈને સેમસંગ સુધીની ઘણી સ્માર્ટફોન કંપનીઓએ પોતાા પાવરફુલ ફોન માર્કેટમાં લોન્ચ કર્યા, ત્યારે શું તમે જાણો છો કે આ વર્ષનો શ્રેષ્ઠ સ્માર્ટફોન કયો છે? કયા ફોને વેચાણની દ્રષ્ટિએ રેકોર્ડ બનાવ્યો અને કયું ડિવાઈસ લોકોની પ્રથમ પસંદગી બની? ચાલો આજે આ વિશે વિગતે જાણીએ…
આઈફોન-15 લોકોની પહેલી પસંદ બન્યો
તાજેતરના રજૂ થયેલા એક રિપોર્ટ મુજબ આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં લોકોએ iPhoneની ખરીદી સૌથી વધુ કરી છે. લોકોએ iPhone 15ને ઘણો પ્રેમ આપ્યો. આ વર્ષે આઈફોન 15 ખરીદીની યાદીમાં ટોચ પર છે અને આ પછી લોકોએ iPhone 15 Pro Max અને iPhone 15 Proની સૌથી વધુ ખરીદી કરી છે. જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એપલ ફોન આ વખતે પહેલા કરતા ઓછા વેચાઈ રહ્યા છે, પરંતુ જે ડિવાઈસ વેચાઈ રહ્યા છે તેની કિંમત ઘણી વધારે છે.
સસ્તા નહીં પણ મોંઘા ફોનના લોકો થયા દિવાના
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે લોકો સસ્તા નહીં પણ મોંઘા ફોન ખરીદવા માટે લોકો દિવાના થયા છે. આ જ કારણ છે કે તાજેતરના સમયમાં Realme જેવી બ્રાન્ડ્સે પણ ફ્લેગશિપ લેવલ ફોન માર્કેટમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ હાલમાં જ માત્ર રૂપિયા 60,000ના બજેટમાં સૌથી પાવરફુલ ચિપસેટ સાથેનો ફોન લોન્ચ કર્યો છે, જે આ સમયે ખૂબ જ સારો વિકલ્પ લાગે છે.
સેમસંગનું વર્ચસ્વ યથાવત તો વનપ્લસ થઈ ગયો ગાયબ ?
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના ટોપ 10 સેલિંગ ડિવાઈસમાંથી 5 ફોન સેમસંગ કંપનીના છે. જ્યારે આ લિસ્ટમાં Appleના 4 ફોન અને Xiaomiનો Redmi 13C પણ ટોપ 10માં છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી એવું લાગી રહ્યું છે કે જાણે OnePlus માર્કેટમાંથી લગભગ ગાયબ થઈ ગયું છે અને તેની પાછળનું કારણ ફોનમાં બ્લૂ સ્ક્રીનની સમસ્યા છે. જો કે, કંપની 2025માં OnePlus 13 સાથે સારું કમબેક કરી શકે છે. એટલું જ નહીં, કંપનીએ તાજેતરમાં બ્લૂ સ્ક્રીનની સમસ્યા સામે આજીવન વોરંટી આપવાનું વચન પણ આપ્યું છે.
Source link