ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ તેના યુઝર્સ માટે સમયે સમયે નવા ફીચર્સ લાવે છે, જે તેના યુઝર્સ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ફીચર્સની મદદથી યુઝર્સની ચેટિંગ વધુ મજેદાર બની જાય છે.
તારીખ નાખીને મેસેજ શોધી શકશો
ત્યારે વોટ્સએપ હવે તેના યુઝર્સ માટે વધુ એક નવુ ફીચર લઈને આવ્યું છે, જેની મદદથી તમે માત્ર તારીખ નાખીને પણ કોઈપણ દિવસની આખી ચેટ સરળતાથી જોઈ શકશો. આ સાથે તમારે સ્ક્રોલિંગ પણ કરવાની જરૂર નહીં પડે. તમે માત્ર તારીખ નાખીને જ સૌથી જૂના મેસેજ શોધી શકશો.
સમય લેતી પ્રક્રિયા
લોકો તેમના મિત્રો અને સંબંધીઓ સાથે ચેટ કરવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. પરંતુ, જ્યારે યુઝરને તેમનો કોઈ જૂનો મેસેજ અથવા જૂની ચેટ શોધવાની થાય, ત્યારે તેમણે તેની આખી ચેટ સ્ક્રોલ કરવી પડે છે અને પછી મેસેજ શોધવો પડશે. આ ખૂબ જ સમય માગી લે તેવી પ્રક્રિયા છે. જો તમારી ચેટ ઘણી લાંબી છે તો તેમાં તમને ઘણો સમય લાગી શકે છે. પરંતુ, જો તમે ઈચ્છો તો તમે આ પરેશાનીથી સરળતાથી બચી શકો છો. તમે માત્ર થોડીક જ સેકન્ડમાં તમારી જૂની ચેટ્સ અને મેસેજ શોધી શકો છો. આ માટે તમારે માત્ર આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
કેવી રીતે સરળતાથી શોધવા જુના મેસેજ?
- સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો.
- આ પછી તમે તે ચેટ પર જાઓ જેનો મેસેજ તમે શોધવા ઈચ્છો છો.
- અહીં સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં ત્રણ પોઈન્ટ હશે તેની પર ક્લિક કરો.
- અહીં તમને સર્ચ ઓપ્શન મળશે. જેની પર ટેપ કરો.
- આ પછી તમને કેલેન્ડરનું આઈકોન દેખાશે. આના પર ક્લિક કરો.
- ત્યારબાદ તે તારીખ પસંદ કરો, જેના માટે તમે મેસેજ શોધવા માગો છો.
- આ પછી તમને તે દિવસના તમામ મેસેજ મળશે.
Source link