BUSINESS

GST: ઓગસ્ટમાં GST કલેક્શનમાં 10 ટકાનો વધારો, 1.74 લાખ કરોડનો આંકડો પાર

  • ઓગસ્ટમાં GST કલેક્શનમાં 10 ટકાના વધારા સાથે કુલ 1.74 કરોડ રૂપિયા થયું
  • મે 2024માં સરકારનું GST કલેક્શન 1.73 લાખ કરોડ રૂપિયા હતું
  • ગત વર્ષે મે મહિનામાં આ આંકડો 1.57 લાખ કરોડ રૂપિયાનો હતો

GST કલેક્શનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સરકારી તિજોરીમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં GST કલેક્શન કુલ 1.74 કરોડ રૂપિયા રહ્યું હતું. નોંધનીય છે કે જૂન મહિનામાં GST કલેક્શન 1.74 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું. જેમાં CGST 39,586 કરોડ રૂપિયા અને SGST 33,548 કરોડ રૂપિયા હતું. મે 2024માં સરકારનું GST કલેક્શન 1.73 લાખ કરોડ રૂપિયા હતું. જે ગયા વર્ષના મે મહિનામાં GST કલેક્શન કરતા રેકોર્ડ 10 ટકા વધુ હતું. ગયા વર્ષે મે મહિનામાં આ આંકડો 1.57 લાખ કરોડ રૂપિયાનો હતો.

આટલું છે ઈનડાયરેક્ટ ટેક્સ કલેક્શન

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના અધ્યક્ષ સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, ગયા નાણાકીય વર્ષ 2023-24માં ઈનડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના 14.84 લાખ કરોડ રૂપિયાના સુધારેલા અંદાજ કરતા ઘણો વધારે રહ્યું હતું. તેમણે રિઝનલ ટેક્સ અધિકારીઓને પત્ર લખીને 2023-24માં થયેલ રેકોર્ડ GST કલેક્શન માટે ટીમને ક્રેડિટ આપી. તેમણે તેમના પત્રમાં ટેક્સ અધિકારીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, આ સિદ્ધિ માત્ર અમારી પ્રોફેશનલિઝમ જ દર્શાવતી નથી. પરંતુ તે CBIC કમ્યુનિટીની અંદર ટીમ વર્ક અને દ્રઢતાની શક્તિને પણ પ્રકાશિત કરે છે.

ગયા વર્ષે રેકોર્ડ કલેક્શન થયું હતું

CBIC ચીફ સંજય કુમાર અગ્રવાલે કહ્યું કે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં GSTથી 20.18 લાખ કરોડ રૂપિયાનું ગ્રોસ ટેક્સ કલેક્શન થયું છે. જે પાછલા નાણાકીય વર્ષ 2022-23ના ટેક્સ કલેક્શન કરતા 11.7 ટકા વધુ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં સરકારે નાણાકીય વર્ષ 2023-24માં ડાયરેક્ટ ટેક્સ વસૂલાતનો લક્ષ્યાંક વધારીને 19.45 લાખ કરોડ રૂપિયા કર્યો હતો. જ્યારે GST, કસ્ટમ્સ અને એક્સાઇઝ ડ્યુટી સહિતના પરોક્ષ ટેક્સનો લક્ષ્યાંક ઘટાડીને 14.84 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. સુધારેલા અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2023-24માં સરકારને ટોટલ 34.37 લાખ કરોડ રૂપિયાનો ગ્રોસ ટેક્સ કલેક્શનની અપેક્ષા આશા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button