ટૉપ ન્યૂઝદેશ-વિદેશ

Dehradunમાં વાદળ ફાટવાથી ભયાવહ સ્થિતિ, 100 લોકો ફસાયા, 2 ગુમ

ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતનો પ્રહાર જોવા મળ્યો છે. દેહરાદૂન જિલ્લાના સહસ્ત્રધારા-કાર્લીગાડ વિસ્તારમાં સોમવાર મોડી રાત્રે (15 સપ્ટેમ્બર) વાદળ ફાટ્યું હતું. ભારે વરસાદના કારણે આ ઘટના સર્જાઈ,

જેમાં 2-3 મોટી હોટલો અને બજારમાં આવેલી 7-8 દુકાનોને ભારે નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બે લોકો હજુ સુધી ગુમ હોવાનું અહેવાલ છે.

રાહત-બચાવ કામગીરીમાં લાગી ગઈ

વાદળ ફાટવાની ઘટના રાત્રે લગભગ 11:30 વાગ્યે બની હતી, જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે લગભગ 100 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને ગ્રામજનોએ પોતાની રીતે જ સુરક્ષિત જગ્યાએ ખસેડી બચાવ્યા હતા.

ઘટના બાદ તરત જ SDRF, NDRF અને જાહેર બાંધકામ વિભાગની ટીમો રાતોરાત રાહત-બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. નજીકના વિસ્તારોમાં રહેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button