એડમિશન કમિટી ફોર ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (GPNAMEC) દ્વારા સોમવારે નર્સિંગ અને પેરમેડિકલમાં સીટ એલોટમેન્ટનું પહેલા રાઉન્ડનું પરિણામ જાહેર કરાયું હતું. સરકારી તેમજ સેલ્ફ્ ફઇનાન્સ કોલેજોની કુલ 22,522 સીટોમાંથી 14,415 સીટ્સનું એલોટમેન્ટ કરાયું છે જ્યારે 8,107 બેઠકો ખાલી રહી હતી.
પહેલા રાઉન્ડમાં 25,349 વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ કર્યું હતું. એડમિશન કમિટીની યાદી મુજબ 8 ઓકટોબર સુધીમાં સાંજે 4 વાગ્યા સુધીમાં ઓનલાઈન ફરી ભરી શકશે તેમજ ઓફ્લાઇનમાં નક્કી કરવામાં આવેલી એક્સિસ બેન્કની બ્રાન્ચમાં ફરી ભરવાની રહેશે. આ સાથે જ 3 ઓકટોબરથી 9 ઓકટોબર દરમિયાન સવારે 10થી સાંજે 4 વાગ્યા વચ્ચે વિદ્યાર્થીઓએ માન્ય કરવામાં આવેલા હેલ્પ સેન્ટર ખાતે રેપોર્ટિંગ તેમજ અસલ પ્રમાણપત્રો જમા કરવી પ્રવેશ કર્ન્ફ્મ કરાવવાનો રહેશે. પહેલા રાઉન્ડમાં બી.એસસી નર્સિંગ, બી.ફિઝિયોથેરાપી, GNM, ANM, બી.ઓપ્ટોમેટ્રી, બી.ઓક્યુપેશનલ થેરાપી, બી.ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક્સ, BASLP તેમજ બી.નેચરોપેથીની સરકારી બેઠકોની તમામ 2,425 બેઠકો પર એલોટમેન્ટ થઈ ચૂક્યું છે જ્યારે સેલ્ફ્ ફઇનાન્સની 20,097 બેઠકોમાંથી વિદ્યાર્થીઓને 11,990 સીટ્સની ફળવણી થઈ છે.
Source link