ટૉપ ન્યૂઝદેશ-વિદેશ

Jaipurમાં કરૂણ અકસ્માતમાં 2ના મોત, 10થી વધુ ગંભીર!

જયપુરના મનોહરપુર વિસ્તારમાં આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો, જેમાં મજૂરોને લઈ જતી બસ હાઇ-ટેન્શન વીજલાઇનને અડતા આગની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનામાં બે મજૂરોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઘાયલોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેમને તરત જ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બસ મજૂરોને ટોડીના એક ઈંટના ભઠ્ઠા પર લઈ જઈ રહી હતી, ત્યારે હાઇ-ટેન્શન લાઇન સાથે અચાનક સંપર્ક થતાં બસમાં વિજ પ્રવાહ ફેલાયો અને આગ લાગી.

ઘટના એટલી ભયાનક હતી કે થોડા જ પળોમાં આખી બસ ધધકી ઉઠી. સ્થાનિક લોકોએ તરત જ આગ બુઝાવવાની અને મુસાફરોને બહાર કાઢવાની કોશિશ કરી, જેના કારણે અનેક જીવ બચી શક્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button