મારું ગુજરાત
Jamnagarમાં વીજતારનો કરંટ લાગતાં 3ના મોત, તંત્રની બેદરકારી?

જામનગર જિલ્લામાં આજ રોજ એક કરૂણ બનાવ સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામે વરસાદી વાતાવરણ વચ્ચે લાઈવ વીજતારના સંપર્કમાં આવતાં દંપતી સહિત ત્રણ લોકોના કરંટ લાગતાં મોત થયા છે. આ દુર્ઘટનાએ આખા ગામને શોકમાં ડૂબાડી દીધું છે.
- શું ઘટના બની હતી?
મળતી માહિતી મુજબ, સવારના સમયે વરસાદ વચ્ચે ગામમાં વીજતાર તૂટી જમીન પર પડ્યો હતો. તે દરમિયાન ગામના શ્રમિક મનસુખભાઈ અને સ્થાનિક દંપતી રમેશભાઈ તથા તેમની પત્ની શાંતાબેન ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં.
અચાનક ત્રણેય વ્યક્તિ લાઈવ તારના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી જ બેભાન થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વીજ વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ત્રણેયને તરત જ કાલાવડની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા.



