મારું ગુજરાત
Ahmedabadમાં બનેવીનું સાળા પર 3 રાઉન્ડ ફાયરિંગ, બે ગોળી પેટમાં વાગી

અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં બનેવીએ સાળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પતિ મારઝૂડ કરતો હોવાથી આ અંગેની જાણ બહેને તેના ભાઈને કરી હતી,
જેથી બહેનને લેવા માટે તેનો ભાઈ ઘરે પહોંચ્યો હતો. આ સમયે ફ્લેટની નીચે પહોંચતા બહેન આવી રહી હતી અને તેની પાછળ બનેવી રિવોલ્વર લઈને આવ્યો હતો અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. યુવકને બે ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
એક ગોળી કારમાં વાગ્યા બાદ બે ગોળી પેટમાં વાગી
આ અંગે એસીપી એસ.એન પટેલે જણાવ્યું હતું કે, આરોપીએ સુધીર ઠક્કર જ્યારે તેમની બહેનને લેવા ગયા ત્યારે ફાયરિંગ કર્યું હતું.એક ગોળી ગાડી પર વાગી હતી. જ્યારે બીજી સુધીરભાઈને વાગી છે.આરોપીઓએ પાટણથી રિવોલ્વરનું લાયસન્સ મેળવ્યું હતું. આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ. અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.