ભરૂચના દહેજમાં ગેસ લીકેજ થવાની ઘટના બની છે અને આ ઘટનામાં કુલ 4 શ્રમિકોના મોત થયા છે,મોડી રાત્રે ગેસ ગળતર થવાની ઘટના બની છે જેમાં GFL કંપનીમાં ગેસ લીકેજ થતા મોટી દુર્ઘટના બની છે,સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને મૃતકોના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે,ફાયર વિભાગે પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને અન્ય શ્રમિકોને કંપનીની બહાર કાઢયા હતા.
જીએફએલ કંપનીમાં બની ઘટના
ભરૂચના જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં ચાર કામદારોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, વાલ્વ લીકેજ થતા ઘાતક ગેસ લીક થયું હતું. જ્યારબાદ કામદારોને તાત્કાલિક ધોરણેસારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત નિપજ્યા હતાં.હાલમાં કંપની તરફથી મૃતકોના પરિવારજનોને કોઈ સહાયની જાણ કરવામાં આવી નથી,પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે.
અન્ય લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
સમગ્ર ઘટનામાં અન્ય કામદારોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,મોડી રાત્રે આ ઘટના બની હતી જેમાં કંપનીનો સ્ટાફ દોડતો થયો હતો.મહત્વનું છે કે હાલમાં પોલીસ અને fslની ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરી છે,ત્યારે આ ઘટનામાં પોલીસ અન્ય કોઈ કંપનીના મેનેજર કે કંપનીના માલિક સામે ફરિયાદ નોંધે છે કે નહી તે જોવાનું રહ્યું,ભરૂચની ઘણી કંપનીઓમાં અનેક વાર ગેસ લીકેજની ઘટના બની છે પરંતુ કંપનીઓ અને જીપીસીબી પણ આ બાબતે કોઈ ધ્યાન આપતી નથી.
સમાચાર અપડેટ કરી રહ્યાં છીએ
Source link