વલસાડ : ટ્રક અને ઈકોની ટક્કરમાં એક પરિવારના 5 સભ્યોના કરુણ મોત

by

Thenewsdk

Updated: 20-02-2026, 10.54 AM

Follow us:

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ વિસ્તાર ખાતે આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોનો સંબંધ આંબા જંગલ ગામના પરિવારમાંથી હતો.

કઈ રીતે થયો અકસ્માત?

ઘટના સમયે પરિવાર ઇકો કારમાં મુસાફરી કરી રહ્યો હતો. કુંભઘાટના ખતરનાક વળાંક પાસે તેમની કાર સામેથી આવતી ટ્રક સાથે અથડાઇ હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે કાર સંપૂર્ણ રીતે કચડાઈ ગઈ છે,

જેની હાલત જોઈને આસપાસના લોકો પણ દંગ રહી ગયા. અકસ્માતનો અવાજ સાંભળી સ્થાનિક લોકો તરત ઘટના સ્થળે દોડી આવ્યા અને ફસાયેલા પરિવારમાંથી લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

આ ઘટનામાં કરુણ ઘટનાની જાણ થતા સમગ્ર આંબા જંગલ ગામમાં શોકનો માહોલ છવાય ગયો. ગામવાસીઓમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પોલીસ તથા તાત્કાલિક પ્રતિક્રિયા ટીમે ઘટના સ્થળે પહોંચી તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.