- એક કલાક સુધી અપશબ્દો બોલી અને દારૂડિયાએ દંગલ મચાવ્યું
- મેળાને બદલે લોકોના ટોળા તમાશા તરફ્ ફ્ંટાયા
- થોડા સમય માટે લોકોએ મફ્તનો તમાશો માણ્યો હતો
ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ વર્તાય છે. ત્યારે અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં લઠ્ઠાકાંડની કાળી ટીલીવાળું ધંધુકા પણ દારૂની બદીથી ખરડાયેલું છે.
અગિયારસના લોક મેળાને મંજૂરી મળી ન હતી. પરંતુ વરસાદે ખમૈયા કરતા લોકો ચગડોળ, છત્રી જેવી રાઈડ્સ વગર પર મેળામાં મન મૂકી ઘૂમ્યા હતા અને આનંદ માણ્યો હતો. ત્યારે શ્રાવણી અગિયારસની રાત્રીએ મેળાના મેદાન નજીક એક દારૂડિયાએ ભારે હુડદંગ મચાવતા મેળાનો આનંદ માણતા લોકોના ટોળા આ દારૂડિયાનો તમાશો જોવા ટોળે વળ્યાં હતા. એક દારૂ પીધેલ વ્યક્તિ પાર્કિંગ કરેલા બાઈકોને અપશબ્દોનો મારો ચલાવીને પાટા મારીને પાડી રહ્યો હતો. નશામાં ધૂત શખ્સે જેટલી બાઇકો પાર્ક કરેલ હતી તે તમામ બાઇકોને પાડી દઈ નુકસાન પહોંચાડી રહ્યો હતો. થોડા સમય માટે લોકોએ મફ્તનો તમાશો માણ્યો હતો. લોક મેળા જેવા ઉત્સવમાં જ્યારે અનેક લોકો એકત્ર થઈ રહ્યા હોય ત્યારે પોલીસનો પૂરતો બંદોબસ્ત હોવો જરૂરી હોય. પરંતુ એક કલાક સુધી મેળો માથે લેનાર દારૂડિયાને પકડનાર કે સમજાવનાર કોઈ હતું જ નહીં. ત્યારે ફરી જાહેરમાં દારૂબંધીના લીરા ઉડતા નજરે પડયા હતા. અને અગિયારસ ની રાત્રે લોકોના આનંદમાં વિક્ષેપ પડયો હતો.
Source link