- પોલીસે સટ્ટાકાંડના આરોપી દીપક ઠક્કરના 14 દિવસના રિમાન્ડ માગ્યા
- આરોપી પાસેથી 47 માસ્ટર ID કોમ્પ્યુટર અને લેપટોપમાંથી મળી આવ્યા
- પોલીસે ખોટી કાર્યવાહી કરીઃ બચાવ પક્ષના વકીલ
સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશમાંથી ઝડપેલા સટ્ટાકાંડના આરોપી દીપક ઠક્કરના આજે રિમાન્ડની માગ કરવામાં આવી હતી. પોલીસે આરોપીના 14 દિવસની રિમાન્ડની માગ કરી છે અને આરોપીને ભારત પરત લાવવામાં આવ્યો હોવાની કોર્ટેન જાણકારી આપવામાં આવી છે.
પ્રત્યાર્પણ સંઘી અંગે આરોપીને ભારત લઈને આવ્યા હોવાની કોર્ટમાં જાણકારી આપવામાં આવી
તમને જણાવી દઈએ કે સટ્ટાકાંડમાં દીપક ઠક્કરનો ખુબ મોટો રોલ છે તેવું તપાસમાં સામે આવ્યું છે અને હાલમાં પણ કેટલાક આરોપીઓ દુબઈમાં જ છે. જ્યારે પ્રત્યાર્પણ સંઘી અંગે આરોપીને ભારત લઈને આવ્યા હોવાની કોર્ટમાં જાણકારી આપવામાં આવી છે. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે સમીર નામની વ્યક્તિ પાસેથી સર્વર લેવામાં આવ્યું હતું એટલે સમીર અને મેટા ટ્રેડર અંગે પૂછપરછ જરૂરી છે.
આ આરોપી અન્ય લોકોને રમવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે: સરકારી વકીલ
ઉલ્લેખનીય છે કે આરોપી પાસેથી 46 માસ્ટર આઈડી કોમ્પ્યુટર અને લેપટોપમાંથી મળી આવ્યા છે અને ભારતની સાથે સાથે અન્ય વિદેશી નંબરો પણ મળ્યા છે, ત્યારે નંબરો અને આંગડિયા પેઢી અંગે પણ તપાસ જરૂરી છે. આ આરોપી અન્ય લોકોને રમવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે તેવુ પણ સરકારી વકીલે જણાવ્યું છે. ત્યારે બીજી તરફ બચાવ પક્ષના વકીલે કહ્યું કે પોલીસે ખોટી કાર્યવાહી કરી છે અને જે ધરપકડ કરવામાં આવી છે, તે તદ્દન અયોગ્ય છે. અગાઉ પકડાયેલા આરોપી 6 મહિનાથી જેલમાં છે અને તપાસ એજન્સીએ કંઈ તપાસ કરી નથી અને રિમાન્ડ માટેના કારણો યોગ્ય નથી.
દીપક ઠક્કર સટ્ટો ચલાવવામાં ખુબ જ માહેર
તમને જણાવી દઈએ કે ગુજરાતનો દીપક ઠક્કર કે સટ્ટો ચલાવવામાં ખુબ જ માહેર છે અને ઘણા વર્ષોથી તે ભારત છોડીને દુબઈમાં બેસીને સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો. અમદાવાદમાં પોલીસના ચોપડે દિપક વિરૂદ્ધ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે અનેક ગુનામાં ફરાર છે. ત્યારે સીબીઆઈ દ્વારા પણ દિપક વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ પાઠવવામાં આવેલી હતી, ત્યારે હવે ગુજરાત પોલીસે દુબઈ જઈને દિપકની ધરપકડ કરી અને તેને ભારત પરત લાવવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં આ સટ્ટાકાંડને લઈને ઘણા મોટા ખુલાસાઓ થવાની શક્યતાઓ છે.
Source link