ઘણીવાર એવું સાંભળવા મળે છે કે ઉંદરે ગાડીનું વાયરિંગ કતરી નાખ્યું જેના લીધે કારચાલકને ઘણું નુકસાન વેઠવું પડયું હોય છે. આના લીધે લોકો જાતે જ કારને રિપેરિંગ કરાવતા હોય છે. એવું વિચારીને રિપેર કરાવતા હોય છે કે વીમા કંપની પૈસા નહિ આપે કારણ કે ઊંદરે વાયર કાપી નાખ્યા છે. પરંતુ એવું નથી વીમા પોલિસીમાં આ નુકસાન કવર થઈ જતું હોય છે.
ઉંદરોથી સૌ ત્રાસી જતા હોય છે, ઘરમાં કપડાથી લઈ ગાડીના વાયરિંગ સુધી ઉંદર તમામ ચીજોને કતરી નાખતા હોય છે. કારનું વાયરિંગ કાપવાથી ઘણીવાર સેન્સર્સ ખરાબ થઈ જતા હોય છે અને યોગ્ય રીતે કામ નથી કરી શકતા. વાયરિંગ કપાઈ ગયા પછી સવાલ થાય છે કે ઉંદરોના લીધે થયેલા આ નુકસાનની ભરપાઈ થશે કે નહિ?
શું કાર વીમા કંપની ગાડીને ઠીક કરવા કલેમ પાસ કરશે અથવા ફરી પોકેટમાંથી પૈસા કાઢીને ગાડીને રિપેર કરાવવી પડશે? લોકોનાં મનમાં ઘણા સવાર આ કારણથી ઉઠતા હોય છે કારણ કે લોકોને કાર વીમા સાથે સંકળાયેલી ચીજો વિશે કોઈ જાણકારી નથી. યોગ્ય જાણકારી ન હોવાથી ઈન્શયોરન્સ ક્લેમ કરવા ઘણી મૂંઝવણ થતી હોય છે. અને મનમાં ઘણા સવાલ ઉઠતા હોય છે.
વીમો પાકશે?
ઉંદરથી થતા કારને નુકસાન કવર થઈ જશે. કંપની તમારા આ નુકસાનની ભરપાઈ તો કરી દેશે પરંતુ આની પાછળ એક કોયડો છે જેને સમજવાની જરૂર છે.તમારી પાસે કારની કોમ્પ્રિહેન્સિવ ઈન્શયોરન્સ પોલિસી છે અને તમને લાગે છે કે આ પોલિસીમાં આ નુકસાન કવર થઈ જશે તો તમારું વિચારવું ખોટું છે. કોમ્પ્રિહેન્સિવ ઈન્શયોરન્સ પોલિસીમાં કોઈ પણ વીમા કંપની ઊંદરે કાપેલા વાયરિંગથી થતા નુકસાનને કવર નહિ કરે. વીમાનો દાવો ત્યારે એપ્રુવ થશે જ્યારે કારચાલક પાસે ઝીરો ડેપ્રિસિએશન પોલિસી હશે.
આનો અર્થ છે કે જો તમારી પાસલે માત્ર કોમ્પ્રિહેન્સિવ ઈન્શયોરન્સ પોલિસી છે પરંતુ ઝીરો ડેપ્રિસિએશન પોલિસી નથી તો તમને પૈસા નહિ મળે. પરંતુ જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ ઈન્શયોરન્સ પોલિસીની સાથે ઝીરો ડેપ્રિસિએશન પોલિસી પણ છે તો કંપની પાસે તમારા આ નુકસાનની ભરપાઈ કરી દેશે. ઉલ્લેખનીય છે કે, કારચાલકને ફાઈલ ચાર્જ જાતે ચુકવવો પડશે, આ પૈસા વીમા કંપની નહીં આપે.
Source link