- ભારતીય યૂઝર્સને ભારે આંચકો : સિંગાપોરની ક્રિપ્ટો એક્સચેન્જ કંપની
- ભારતીય ગ્રાહકોને 43% રકમ નહાઈ નાંખવાનો વારો આવ્યો
- ક્રિપ્ટો એક્સચેન્જના આ વલણથી ગ્રાહકોને 43 ટકા ફંડ ગુમાવવાનો વારો આવ્યો છે
ભારતમાં ગત 18મી જૂલાઈના રોજ થયેલી અત્યાર સુધીની સૌથી મોટી રૂ.2,000 કરોડની ક્રિપ્ટો એસેટની ચોરી અંગે ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સએ યુઝર્સના ઘા પર મીઠું ભભરાવ્યું હોય તેમ કુલ રકમમાંથી 55 ટકાથી 57 ટકા રકમ જ પરત કરવાનું જણાવી હાથ અધ્ધર કરી દીધા છે. ક્રિપ્ટો એક્સચેન્જના આ વલણથી ગ્રાહકોને 43 ટકા ફંડ ગુમાવવાનો વારો આવ્યો છે. સૌથી મોટી બાબત એ છે કે, વિશ્વ સ્તરે કાર્યરત આ ક્રિપ્ટો એક્સચેન્જના સૌથી વધુ ગ્રાહકો ભારતીય છે.
ક્રિપ્ટો એક્સચેન્જએ તાજેતરમાં એક નિવેદન બહાર પાડી જણાવ્યું છે કે, ભલે કંપની પુનઃરચના પર વિચાર કરી રહી છે પણ તાજેતરમાં થયેલા સાયબર હુમલાને કારણે અસર પામેલા યુઝર્સ (ગ્રાહકો) પોતાના પૂરા ફંડ પરત મેળવી શકશે નહીં. કંપની વધુથી વધુ 55 ટકાથી 57 ટકા જ રૂપિયા યુઝર્સને પરત કરવાનું વિચારી રહી છે. પુનઃરચનાના લાભથી ગ્રાહકોને આટલી રકમ જ પરત કરી શકાય તેમ છે. ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મએ એમ પણ જણાવ્યું હતું કે, તે પુનઃરચના કરી રહ્યું છે અને તે હેઠળ મૂડી ઉપલબ્ધ કરાવવા અને ભાગીદારી તથા સહયોગને આગળ વધારવા માટે એક વ્હાઈટ નાઈટની તલાશ કરી રહ્યું છે. આ ક્રિપ્ટો એક્સચેન્જ 43 લાખ ગ્રાહકો ધરાવે છે. જેમાંથી મોટાભાગના ભારતમાં છે. ભારતમાં રૂપિયા જમા કરવા અને સંબંધિત ગતિવિધિઓ ઈનકોર્પોરેટેડ ઝાન્મી લેબ્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ અગાઉ બિનાન્સ દ્વારા ગત વર્ષે જાન્યુઆરી સુધી ક્રિપ્ટો જમા અને સંબંધિત ગતિવિધિઓ કરવામાં આવતી હતી. ત્યારબાદ તેણે વઝીરએક્સને સેવાઓ આપવાનું બંધ કરવાની ઘોષણા કરી હતી.
ગ્રાહકો દ્વારા કંપની પર પોતાના ફંડ રિટર્ન કરવા માટેનું દબાણ બનાવવામાં આવતાં ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીએ જણાવ્યું હતું કે, વઝીરએક્સની સિંગાપોર સ્થિત પેરન્ટ કંપની ઝેટ્ટાઈને આકસ્મિક અસલામત ક્રેડિટર્સ સાથે મળીને કામ કરવા સમય આપવા માટે દેવા-મોકૂફીની જરૂર હતી. જેથી એક પુનઃરચના પ્રસ્તાવ રચવામાં આવી શકે. જેની પર ક્રેડિટર્સ દ્વારા મતદાન અને અનુમોદન કરવામાં આવી શકે.
Source link