ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. આ પહેલા, ઓસ્ટ્રેલિયાના મર્યાદિત ઓવરોના કેપ્ટન મિચેલ માર્શ અને ટ્રેવિસે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. બંને ખેલાડીઓએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના સ્ટાર સ્પોર્ટ્સ પર તેમના વિચારો વ્યક્ત કર્યા. આ દરમિયાન બંને કાંગારુ ક્રિકેટરોએ ભારતીય ખેલાડીને પસંદ કર્યો જે ઓસ્ટ્રેલિયન ટીમમાં બેસ્ટ ફિટ હશે. મિચેલ માર્શ અને ટ્રેવિસે ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું નામ લીધું. બંનેનું માનવું છે કે રિષભ પંત જેવો ક્રિકેટર છે, તે ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં બરાબર ફિટ હશે.
રિષભ પંત વિશે મિશેલ માર્શે કહી આ વાત
મિશેલ માર્શે રિષભ પંતની ખૂબ પ્રશંસા કરી હતી. તેને કહ્યું કે રિષભ પંત એક શાનદાર વ્યક્તિ છે, હું ઈચ્છું છું કે તે ઓસ્ટ્રેલિયન હોત. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તે જેમાંથી પસાર થયો છે તે પછી તેને શાનદાર વાપસી કરી બતાવી છે. તે એક સકારાત્મક વ્યક્તિ છે… હજુ પણ ખરેખર યુવાન છે, અને તેને જીતવું ગમે છે. તેને એમ પણ કહ્યું કે રિષભ પંત હંમેશા તણાવમુક્ત રહે છે અને હંમેશા હસતો રહે છે. આ સિવાય ટ્રેવિસ હેડે પણ રિષભ પંતના ખૂબ વખાણ કર્યા હતા.
ટ્રેવિસ હેડે પંતના કર્યા વખાણ
ટ્રેવિસ હેડે કહ્યું કે મને લાગે છે કે હું જે ભારતીય ક્રિકેટરને સૌથી વધુ ઓસ્ટ્રેલિયન માનું છું તે રિષભ પંત હશે. તે જે રીતે તેના આક્રમક સ્વભાવ અને વ્યૂહરચનાથી રમે છે તે જોરદાર છે. તેની સાથે રમવાની ઘણી મજા આવશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે રોહિત શર્માના વખાણ કર્યા હતા. તેને કહ્યું કે રોહિત શર્મા જે સ્ટાઈલમાં બેટિંગ કરે છે તે ખૂબ જ ખાસ છે. તેના માટે બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ મને લાગે છે કે નાથન લિયોન ઓસ્ટ્રેલિયામાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે પડકાર ઉભો કરી શકે છે.
Source link