વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય સુપરકમ્પ્યૂટિંગ મિશન (NSM) હેઠળ સ્વદેશમાં વિકસીત અને લગભગ રૂ. 130 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવેલા ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કર્યા હતાં.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજીત એક કાર્યક્રમમાં તેમણે વેધર અને ક્લાઇમેટ રીસર્ચ માટે તૈયાર કરવામાં આવેલા એક હાઇ પરફોર્મન્સ કોમ્પ્યૂટિંગ સિસ્ટમનું પણ ઉદઘાટન કર્યું હતું. નોંધનીય છે કે વડાપ્રધાન પહેલાં પુણેથી આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરવાના હતાં પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે તેમનો પ્રવાસ રદ્દ કરવો પડયો હતો.
વડાપ્રધાન કાર્યાલય અનુસાર સુપરકોમ્પ્યૂટિંગ ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની પ્રતિબદ્ધતાને અનુરુપ ત્રણ પરમ રુદ્ર સુપરકોમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યા છે. આ સુપરકોમ્પ્યૂટર્સને અગ્રણી સાઇન્ટિફિક રીસર્ચ માટે પુણે, દિલ્હી અને કોલકાતામાં લગાવવામાં આવ્યા છે. સુપર કોમ્પ્યૂટર લોન્ચ કર્યા બાદ વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાં ભારત માટે મોટી સિદ્ધિનો દિવસ છે. આજનો દિવસ એ બાબતનું પણ પ્રતિબિંબ છે કે 21મી સદીનં ભારત કેવી રીતે વિજ્ઞાન, ટેકનોલોજી અને રિસર્ચને પ્રાધાન્ય આપતાં આગળ વધી રહ્યું છે.
ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર શું કામગીરી કરશે?
પૂણેમાં જાયન્ટ મીટર રેડિયો ટેલિસ્કોપ(GMRT) ફાસ્ટ રેડિયો બર્સ્ટ તથા અન્ય ખગોળીય ઘટનાઓની જાણકારી મેળવવા માટે આ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવશે. દિલ્હીમાં ઇન્ટર યુનિવર્સિટી એક્સેલેટર સેન્ટર(IUAC) પદાર્થ વિજ્ઞાન તથા પરમાણું ફિઝિક્સ જેવા ક્ષેત્રોમાં સંશોધનને વેગ આપશે તથા કોલકાતામાં એસ એન બોઝ સેન્ટર ફિઝિક્સ, કોસ્મોલોજી અને અર્થ સાયન્સ જેવા ક્ષેત્રોમાં એડવાન્સ રીસર્ચને વેગ આપશે.
Source link