GUJARAT

સરકાર ટેકાના ભાવે ખેડૂતો પાસેથી પાકની કરશે ખરીદી, નવરાત્રિથી રજીસ્ટ્રેશન થશે શરૂ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, હવે તેના માટે ખેડૂતો આગામી 3થી 31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે.

મગફળી, અડદ, સોયાબીનની ટેકાના ભાવે કરાશે ખરીદી

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મગફળી, અડદ અને સોયાબીનના પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને હવે આ પાકોની ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે અને તેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ 3 ઓક્ટોબરથી શરૂ થશે અને લાભ પાંચમના પછીના દિવસેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે.

150થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી થશે

તમને જણાવી દઈએ કે આ ખરીદી 90 દિવસ સુધી ચાલશે અને ટેકાના ભાવે પાકનું વેચાણ કરવા માટે ખેડૂતોએ નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારબાદ 150થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદીની પ્રક્રિયા થશે.

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિપુલ માત્રામાં આવક

ત્યારે હાલમાં બીજી તરફ રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની મોટા પ્રમાણમાં આવક શરૂ થઈ છે. જો કે ગત વર્ષ કરતાં મગફળીના ભાવ 100થી 150 રૂપિયા ઓછા ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષ કરતાં વધુ ઉત્પાદનના અંદાજને લઈને ભાવમાં ઘટાડો થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1000 રૂપિયાથી લઈને 1400 રૂપિયા એક મણના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં દરરોજ 7,000 ગુણી મગફળીની આવક

તમને જણાવી દઈએ કે ગત વર્ષે ખેડૂતોને 1100થી 1500 રૂપિયા ભાવ મગફળીનો મળતો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં કપાસ કરતા મગફળીનું વાવેતર વધુ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલમાં સારા ઉત્પાદનના પગલે ખેડૂતોને ઓછા ભાવે પણ મગફળી વેચવાની ફરજ પડી રહી છે. હાલમાં રાજકોટ યાર્ડમાં દરરોજ 7,000 ગુણી મગફળીની આવક નોંધાઈ રહી છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કાલાવડ અને હળવદ તાલુકાની મગફળીની આવક થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોના ખેતરોમાં ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ ગયું હતું અને ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ગયો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button