ENTERTAINMENT

સાત મહિનામાં જ અનન્યાનું બોયફ્રેન્ડ વોકર બ્લેન્કો સાથે બ્રેકઅપ થયું હોવાની ચર્ચાઓ

અનન્યા પાંડે તેની પ્રોફેશનલ લાઈફ્ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રીનું નામ પૂર્વ મોડલ વોકર બ્લેન્કો સાથે જોડવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અભિનેત્રીએ રુમર્ડ બોયફ્રેન્ડના કોલને ઈગનોર કર્યો. હવે અનન્યાએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘હવે મને કોઈ પરવા નથી. હું કંઈપણ છુપાવવાનો પ્રયાસ કરી રહી નથી.’ અનન્યા પાંડેએ કહ્યું ‘મેં હવે હાર સ્વીકારી લીધી છે. મને સમજાયું છે કે હું જેટલો વધુ છુપાવવાનો કે છૂપી રીતે કંઈક કરવાનો પ્રયાસ કરું છું, તેટલી જ વધુ મારી પકડાઈ જવાની શક્યતા છે. તેથી હવે મેં આ બધું છોડી દીધું છે. હવે મને કોઈ વાંધો નથી. હું કંઈપણ છુપાવવાનો પ્રયાસ કરી રહી નથી.’ અનન્યાએ વધુમાં કહ્યું કે, તેણે સોશિયલ મીડિયાથી પણ પોતાને દૂર કરી લીધી છે. પરંતુ તેનો પણ કોઈ ફયદો થયો ન હતો. જ્યારે પણ હું સારા ઇરાદા સાથે કંઇક કરું છું તો ખબર નહીં કેમ સોશિયલ મીડિયા પર નેટીઝન્સનું ગ્રૂપ મને કેમ ખોટી સમજી લે છે.’ અનન્યા પાંડે અને વોકર બ્લેન્કોની મુલાકાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ દરમિયાન ક્રૂઝ પાર્ટી દરમિયાન થઈ હતી. પહેલા બંને મિત્રો બન્યા અને પછી એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે અનન્યા પાંડેના બ્રેકઅપના સમાચાર ઝડપથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. પરંતુ હજુ સુધી અનન્યા પાંડે તરફની આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં નથી આવી. જેથી હજુ પણ રિલેશનશિપ અંગે અટકળો ચાલી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button