અનિલ અંબાણીના અચ્છે દિન આવી ગયા હોય તેમ લાગી રહ્યુ છે. તેઓની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જે રોકાણકારોની સાથે સાથે શેરબજારના નિષ્ણાતોને પણ ચોંકાવી રહ્યો છે. આજે પણ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ની બે કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છ આ બંને શેર્સમાં થયેલી તેજીને જોતા રોકાણકારોને સારી આવક થવાની આશા જાગી છે. આજે પણ રિલાયન્સ પાવરના શેરમાં અપર સર્કિટ લાગી છે. જે આધારે કહી શકાય કે હવે રિલાયન્સ પાવરના શેર તેના રોકાણકારો માટે સંપત્તિ બનાવવાનું માધ્યમ બની રહ્યા છે. આજે રિલાયન્સ પાવરનો શેર 51.09 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
રિલાયન્સ પાવરના શેરમાં સતત વધારો
રિલાયન્સ પાવરના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે અને એક મહિનામાં આ શેરે તેના રોકાણકારોને 69.79 ટકા વળતર આપ્યું છે. જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો તેણે તેના રોકાણકારોને 23.26 ટકા વળતર આપ્યું છે. 5 દિવસ પહેલા 25 સપ્ટેમ્બર બુધવારના રોજ આ શેર 41.45 રૂપિયા પ્રતિ શેર હતો અને આજે તેમાં 51.09 રૂપિયાનું લેવલ જોવા મળ્યું છે.
રિલાયન્સ ઇન્ફ્રા કંઇ પાછળ નહી !
આજે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 1-1.5 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે અને રિલાયન્સ પાવર પછી આ બીજો સ્ટોક છે જે વધી રહ્યો છે. આજે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની બોર્ડ મિટિંગ પણ છે અને તેમાં મહત્વના નિર્ણયોને મંજૂરી મળવાની આશા છે.
રિલાયન્સ પાવરના શેર કેમ વધી રહ્યા છે?
બાંયધરી આપનાર તરીકેની તેની જવાબદારીઓ નિકાલ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે એક્સચેન્જોને જાણ કરવામાં આવી છે કે તેણે અંદાજે રૂ. 3900 કરોડની રકમની સેટલમેન્ટ પૂર્ણ કરી દીધુ છે. આ ઉપરાંત લાર્જ સ્કેલ બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટને લઇને પણ રિલાયન્સ પાવરે એલાન કર્યુ છે જેનાથી પણ માર્કેટમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં આ પ્રોજેક્ટમાં 500 MW/1000 MWh નો પાવર ક્લેમ કરવામાં આવ્યો છે.
આજે પણ અપર સર્કિટ વાગી
કંપનીની આ જાહેરાતોને પગલે રિલાયન્સ પાવરના શેરમાં આ દિવસોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શેર સતત 5 ટકાની અપર સર્કિટને ટચ કરી રહ્યો છે. આજે શેર ફરીથી 5 ટકાના ઉછાળા સાથે ઉપલી સર્કિટ પર અથડાયો. શેરમાં 2.43 રૂપિયા અતવા 4.99 ટકા ઉછાળા સાથે રૂ. 51.09 પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી આ શેરમાં તેજીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
Source link