GUJARAT

Rajkotમાં નવરાત્રિને લઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી

રાજકોટમાં પોલીસે સુરક્ષાને આખરી ઓપ આપ્યો છે. જેમાં નવરાત્રિને લઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. તેમાં નવરાત્રિ આયોજકો, સ્વયંસેવકો સાથે બેઠકો યોજાઈ છે. જેમાં 5 જિલ્લાઓમાં 7500થી વધુ પોલીસજવાનો તૈનાત રહેશે. તથા મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે. SHE ટીમો પણ ગરબામાં સુરક્ષા કરશે.

સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગરમાં બંદોબસ્તને આખરી ઓપ આપ્યો

ગરબાના આયોજકોએ પણ નિયમોનું પાલન કરવું જરૂરી છે. જેમાં સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગરમાં બંદોબસ્તને આખરી ઓપ આપ્યો છે. જામનગર, રાજકોટ, મોરબી સહિતના જિલ્લામાં આખરી ઓપ આપતા નવરાત્રિમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ નાઈટ કાર્યરત રહેશે. તથા ટ્રાફિકમાં મુશ્કેલી ના પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરાઈ છે. તેમજ 3 શિફ્ટમાં PSI લેવલના અધિકારીઓ કામગીરી કરશે. ગુજરાતમાં નવરાત્રિના ગરબા રમવાનો અનેરું મહત્ત્વ છે. લોકો આખું વર્ષે નવરાત્રિની રાહ જોતા હોય છે. નવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. ત્યારે પોલીસ તંત્રએ સુરક્ષાને આખરી ઓપ આપ્યો છે.

5 જિલ્લાઓમાં 7500થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડનો બંદોબસ્ત

રાજકોટ રેન્જ આઈ.જી.અશોકકુમારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત હોવાનું જણાવ્યું છે. તેમજ રેન્જમાં આવતા સુરેન્દ્રનગર, દ્વારાકા, જામનગર, રાજકોટ અને મોરબી સહિતના જિલ્લાના પોલીસ વડાઓ સાથે પોલીસ બંદોબસ્તને આખરી ઓપ આપ્યો છે. તથા નવરાત્રિના આયોજકો અને સ્વંયમસેવકો સાથે બેઠકો કરી લેવામાં આવી છે. 5 જિલ્લાઓમાં 7500થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડનો બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. 50 ટિમો પણ ગરબામાં સુરક્ષા કરશે.

ગરબાના અયોજકને પણ સૂચના છે નિયમોનું પાલન કરવું જરૂરી

ગરબાના અયોજકને પણ સૂચના છે નિયમોનું પાલન કરવું જરૂરી છે. પોલીસ ફૂટ પેટ્રોલીગ, કોમ્બિગ નાઈટો અને મોન્ટેડ યુનિટ છે તે પણ કાર્યરત રહેશે. લોકોને ટ્રાફિકમાં મુશ્કેલીઓના પડે તેના માટે અલયાદી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિને મુશ્કેલીઓ પડે તો તરત 100 નંબર પર કોલ કરે તેમજ કન્ટ્રોલમાં પણ 3 શિફ્ટમાં પીએસઆઇ લેવલના અધિકારીઓ કામગીરી કરશે. પબ્લિક પણ નિયમોનું પાલન કરે શાંતિપૂર્ણ તહેવારોની મજા માણે તે પણ જરૂરી છે તેવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button