NATIONAL

Iran-Israel Conflict: પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને લઈ ભારત કહ્યું- કૂટનીતિથી મામલો ઉકેલો

ઈરાનના ઈઝરાયલ પર હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશ મંત્રાલય (MEA)એ મધ્ય પૂર્વમાં ઝડપથી બગડતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં વધી રહેલા તણાવ અંગે ભારતે બુધવારે તમામ પક્ષોથી સંયમ રાખવાનું આહ્વાન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, એવું ન થવું જોઈએ કે આ સંઘર્ષ સમગ્ર પ્રદેશને ઘેરી લે.

પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને લઈ વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીએ કહ્યું કે, હુમલા બાદ પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને લઈને તે ખૂબ જ ચિંતિત છે. તેમણે તમામ મુદ્દાઓને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવા આહ્વાન કર્યું છે. વિદેશ મંત્રાલયે ટ્વીવ કરીને જણાવ્યું કે, ભારત પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સ્થિતિને લઈ ખૂબ જ ચિંતિત છે. પશ્ચિમ અશિયામાં તણાવ સતત વધી રહ્યો છે. ભારતે તમામ સંબંધિત પક્ષોને સંયમ રાખવાનું આહ્વાન કર્યું છે.

કૂટનીતિ દ્વારા મામલો ઉકેલો: MEA

મધ્ય પૂર્વની સ્થિતિ પર વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, “આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સંઘર્ષ સમગ્ર મધ્ય પૂર્વ પ્રદેશને ઘેરી ન લે. અમે વિનંતી કરીએ છીએ કે તમામ મુદ્દાઓ વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવામાં આવે. ભારત તરફથી આ નિવેદન એવા સમયે આપવામાં આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલો છોડી હતી. ઈરાન દ્વારા યહૂદી દેશ પર આ હુમલો હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહ અને આતંકવાદી જૂથના અન્ય કેટલાક કમાન્ડરોની હત્યાના જવાબમાં કર્યો હતો.

MEAએ ઈરાન ન જવાની સલાહ આપી

આ પહેલા ઈરાનના હુમલા બાદ મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને જોતા વિદેશ મંત્રાલયે કહ્યું કે, મંત્રાલય આ ક્ષેત્રની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે તેના નાગરિકોને ઈરાનની તમામ બિન-જરૂરી યાત્રાઓ ટાળવાની પણ સલાહ આપી છે. એટલું જ નહીં ઈરાનમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની વિનંતી કરવામાં આવી છે.

ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા વિનંતી

વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આ ઉપરાંત ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનની તમામ બિનજરૂરી મુસાફરી ટાળે. ઈરાનમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તેહરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવે છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button