GUJARAT

Morbi અને અલગ-અલગ જિલ્લામાંથી બાઈકની ચોરી કરતો શખ્સ ઝડપાયો, 16 બાઈક જપ્ત

મોરબી શહેરના A ડિવિઝન પોલીસ મથકના છેલ્લા કેટલાક સમય દરમિયાન અલગ-અલગ સ્થળેથી 6 બાઈક ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. જ્યાર બાદ મોરબી A ડિવિઝન પોલીસ તેમજ LCBની ટીમ દ્વારા ચોરાઉ બાઈકનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન LCB ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં નેત્રમ પ્રોજેક્ટથી લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

આ દરમિયાન શહેરના સીસીટીવીમાં અલગ-અલગ સ્થળે એક શખ્સ શંકાસ્પદ રીતે બાઈક ચોરી કરતો નજરે પડતા પોલીસે તેના ફૂટેજ અને ફોટો મેળવી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત હ્યુમન સોર્સિસ પણ સક્રિય કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નવલખી ફાટકથી શનાળા બાયપાસ તરફ આ શખ્સ આવતો હોવાની LCBની ટીમના સ્ટાફને બાતમી મળી હતી. જેના આધારે આ શખ્સને પંચાસર ચોકડી પાસે રસ્તામાં રોકી બાઈકના કાગળ માગતા કોઈ કાગળ ન હોય અને આરોપીની હરકત શંકાસ્પદ લાગતા પોકેટ કોપ એપ્લિકેશન મદદથી તપાસ કરતા બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું હતું.

પોલીસે ચોરાઉ બાઈક સાથે આરોપીની ધરપકડ કરી

જ્યાર બાદ આ શખ્સની પૂછપરછ કરતા પોતાનું નામ હરીશ મોહનલાલ પુનીયા અને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોકીઢાણીના હોવાનું જણાવ્યું હતું અને આ બાઈક મોરબીના શનાળા રોડ પર આવેલા સુપર માર્કેટમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કરતા પોલીસે આરોપીની અટકાયત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરાઉ બાઈક પણ જપ્ત કર્યું હતું.

પોલીસે 16 બાઈક જપ્ત કર્યા

આરોપીની પૂછપરછ કરતા મોરબી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી વધુ 5 બાઈક રાજકોટ શહેરમાંથી 4 બાઈક, બનાસકાંઠા જિલ્લામાંથી 4 અને પાટણ જિલ્લામાંથી 3 એમ કુલ 16 બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ તમામ 16 બાઈક આરોપીએ અલગ-અલગ સ્થળે છુપાવેલા હોવાથી તમામ સ્થળેથી બાઈક જપ્ત કર્યા હતા અને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લા પોલીસવડાએ માહિતી આપી

આ અંગે મોરબી જિલ્લા એસપીએ જણાવ્યું કે, હરેશ પુનીયા મૂળ રાજસ્થાનનો વતની હોય છેલ્લા 5 વર્ષથી મોરબી અને રાજકોટ આસપાસ વિસ્તારમાં રહેતો હોય જેથી આ બન્ને શહેરમાં ભગોલિક સ્થિતિથી પરિચિત હતો. આરોપી પોતે નશાની ટેવ હોય જેથી વારંવાર પૈસાની જરૂર પડતા શોટ કર્ટમાં રૂપિયા મેળવવા બાઈક ચોરી કરતો અને સસ્તામાં વેચી પોતાના વતન તરફ જતો રહેતો હતો. બાદમાં ફરી બસમાં આ તરફ આવી બાઈક ચોરી કરતો હોવાનું સામે આવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button