ગુજરાતમાં 200થી વધુ બોગસ પેઢીઓ રજિસ્ટર્ડ કરાવી, કરોડો રૂપિયાના બોગસ બીલો જનરેટ કરીને, કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ની ટીમે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં વધુ સાત જગ્યાએ દરોડા પાડીને દસ્તાવેજો, બેંક એકાઉન્ટ સહિતની વસ્તુઓ કબજે કરી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, ઈડીએ ગત સપ્તાહમાં એક સાથે 23થી વધુ સ્થળે ત્રાટકી 200 બોગસ કંપનીઓના ટ્રાન્જેકશનના દસ્તાવેજો કબજે કર્યા હતા. EDની ટીમે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં સાત જગ્યાએ એક સામટા દરોડા પાડયા હતા. મેસર્સ ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે સંકળાયેલના ત્યાં દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે.
EDના અધિકારીઓને આ તપાસમાં કેટલાક શંકાસ્પદ વેપારીઓની એન્ટ્રીઓ પણ મળી છે. જેને પગલે હવે આ તપાસનો રેલો અન્ય શહેરો સુધી પહોંચે તેવી સંભાવના છે. ઘણા વેપારીઓ એન્ટ્રીઓ સેટ કરવા માટે આવા બોગસ બિલીંગ કૌભાંડીઓની મદદ લઇ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પણ ઇડીના અધિકારીઓે મળી છે. બોગસ બિલીંગ, બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને બોગસ ઇ-વે બિલની સંખ્યાબંધ ફરિયાદો GST ઓફિસમાં નોંધાઇ હતી. જેમાં રાજયની 12થી વધુ પેઢીઓએ એક મોટું નેટવર્ક ઉભું કરીને 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી હતી. જેના આધારે તેઓ કરોડો રૂપિયાના બોગસ બિલ જનરેટ કરીને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.
Source link