NATIONAL

Ayodhya: રામમંદિરના પ્રથમ માળના નબળા પથ્થર બદલી કઢાશે

રામનગરી અયોધ્યા સ્થિત રામ મંદિરના પહેલા માળ પર કેટલાક પથ્થર એવા લાગી ગયાં છે કે જેની જાડાઇ ઓછી છે અને ગુણવત્તા પણ નબળી છે. અહેવાલો અનુસાર આ જુના પથ્થરો છે હવે આ પથ્થરોને કાઢીને તેના સ્થાન પર મકરાણાના પથ્થર લગાવવામાં આવશે. આ નિર્ણય રામમંદિર નિર્માણ સમિતીની બેઠકના પ્રથમ દિવસે લેવામાં આવ્યો હતો.

સમિતીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રો આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે જે પથ્થરોની જાડાઇ ઓછી છે તેમને બદલી નાખવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 800 મીટર લૈાંબા પરકોટામાં રામકથા આધારિત 80 મ્યૂરલ એટલે કે ભીંતચિત્ર બનાવવામાં આવશે. આ તમામ મ્યૂરલ્સ તાંબા પર બનશે અને પછી તેને પથ્થરો પર ચીપકાવવામાં આવશે. તેમાના 10 મ્યૂરલ બનીને આવી ગયા છે અને એક મ્યૂરલ લગાવી દેવામાં આવ્યું છે. રામ મંદિર આવનારા શ્રાદ્ધાળુઓને લાંબા અંતર સુધી ઉઘડા પગે ચાલવું ના પડે તે માટે મંદિરની નજીક જ એક એવા ભવનનું નિર્માણ થઇ રહ્યું છે જ્યાં ભક્તો પોતાના બુટ-ચપ્પલ જમા કરાવી શકશે. આ ભવનમાં છથી 10 હજાર જોડી જમા કરવાની ક્ષમતા હશે.

આ બેઠકમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રા, મંદિર નિર્માણના પ્રભારી ગોપાલ રાવ, મંદિરના આર્કિટેક આશિષ સોમપુરા ઉપરાંત સંસ્થાના વરિષ્ઠ એન્જિનીયર્સ પણ ઉપસ્થિત રહ્યા હતાં.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button