સુરેન્દ્રનગર મેઈન રોડ ઉપર અને રીવરફ્રન્ટ ઉપર ટ્રાફ્કિની સમસ્યા દૂર કરવા માટે શહેરના એ. ડીવીઝન પોલીસ મથકના સ્ટાફની ટીમે શનિવારે ચેકિંગ શરુ કરી આડેધડ પાર્કિંગ કરનારા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરાતા દોડધામ મચી ગઈ હતી.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના મેઈન રોડ અને રીવરફ્રન્ટ રોડ ઉપર વારંવાર ટ્રાફ્કિની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે શહેર મધ્યમાંથી ભારે વાહનો અને બારોબાર જવા માટે રીવરફ્રન્ટ બનાવાયો છે. બીજી તરફ્ મહેતા માર્કેટના વેપારીઓ રીવરફ્રન્ટ બાજુ ભારે વાહનો રાખી સામાનની અવર જવર કરી શકે એવી પણ સગવડતા મળી રહે છે. પરંતુ વેપારીઓની દુકાનો પાસે અડીને એક એક વાહન રાખવાના બદલે રોડ સુધી વધારાના અનેક વાહનો પાર્કિંગ કરી ટ્રાફ્કિને અડચણરૂપ થતા હોવાની વારંવાર ફરિયાદ ઉઠતી હતી. જેથી એ. ડીવીઝન પીઆઈ આર. એમ. સંગાડા સહિતના પોલીસ સ્ટાફે એકાએક ચેકિંગ શરુ કરતા અનેક નાના મોટા વાહનો દંડાયા હતા. બીજી વખત રીવરફ્રન્ટ ઉપર અડચણ ઉભી ના થાય એ માટે રાજ્ય બહારના ભારે વાહનોને હાજર દંડ અને બાકીના વાહનોને ડીટેઇન કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે પી.આઈ.સંગાડાએ જણાવેલ કે શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા ઉભી થાય એવી રીતે રસ્તામાં પાર્ક કરતા વાહનચાલકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
Source link