GUJARAT

Surendranagar: ઘુડખર અભ્યારણ પાસે સોલારપાર્કનો વિજપોલ ઊભો કરી દેવાયો

ધ્રાંગધ્રાના મોટીમાલવણ પાસે ઘુડખર અભ્યારણ અડીને બનતા સોલાર પાર્કની વિજલાઈન માટે પોલ અભ્યારણ હદમાં ઉભો કરતા ઘુડખરનું આરોગ્ય જોખમાતા રજૂઆત કરતાની સાથે જ ડી.એફ્.ઓ.દ્વારા કામ બંધ કરાવી યોગ્ય કાર્યવાહીનો આદેશ આપતા દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એશિયામાં માત્ર ધ્રાંગધ્રા પાસે ઘુડખર અભ્યારણમાં સિહ જેટલું જ મહત્વ ધરાવતા શિડયુલ વનના પ્રાણીમાં સમાવેશ કરાયેલા ઘુડખર વસવાટ કરે છે.ત્યારે અભ્યારણ અને એની આજુબાજુના ઇકો સેન્સેટીવ ઝોનમાં સમાવેશ થતા વિસ્તારમાં ઉધ્યોગની મંજૂરી મળતી નથી.એવામાં હાલ એનસી સોલાર પ્રા.લી.કંપનીને 1200 એકર જગ્યામાં સોલાર પાર્ક બનાવવા અનેક શરતોને આધીન મંજૂરી મળી છે.સૌ પ્રથમ સ્કૂલની બાજુમાં ધમધમતા સિમેન્ટ મીક્ષીન્ગ પ્લાનથી બાળકોને અભ્યાસમાં ખલેલ પહોચતી હોવાની રજૂઆત બાદ ડી.એફ્.ઓ.દ્વારા તાત્કાલિક ટીમ મોકલી પ્લાન્ટ ખસેડાવાયો હતો.ત્યાર બાદ ઘુડખર અભ્યારણ હદમાં સબસ્ટેશન સુધી વિજલાઈન અન્ડર ગ્રાઉન્ડ નાખવાનો હળવદના કીડીના પ્લાન્ટને હુકમ કરતા મોટી માલવણ પાસે અભ્યારણ અને સેન્સેટીવ ઝોનમાં સોલાર માટે વિજપોલ ઉભા કરતા ઘુડખર ઉપર ખતરો દેખાતા જી.પં.સદસ્ય પપુભાઇ ઠાકોર અને તા.પં.સદસ્ય ધ્રાંગધ્રા શહિતના ગ્રામજનોએ રજૂઆત કરતા ઘુડખર અભ્યારણના ડી.એફ્.ઓ. આયુષ વર્માએ આર.એફ્.ઓ.કુલદીપ ચૌહાણની ટીમને મોકલી તાત્કાલિક કામ બંધ કરી દઈ માપણી કરી કોની જમીનમાં આ વિજપોલ આવે છે એની તપાસના આદેશ આપ્યા છે.આમ વિજલાઈન મામલો ગુચવાતા હવે વિજલાઈન સબસ્ટેશન સુધી કેવી રીતે નાખવાની મંજૂરી મળી છે અને અન્ડર ગ્રાઉન્ડ લાઈન નખાય છે કે વિજપોલ નાખવા દેવાય છે કે નહી એની સામેં સૌની નજર મંડાયેલી છે.

ઘુડખરને નુકસાન થાય એવી કામગીરી ન ચલાવાય :DFO

 ઘુડખર અભ્યારણના ડી.એફ્.ઓ.આયુષ વર્માએ જણાવેલકે અભ્યારણમાં વિજપોલ ઉભો થયાની રજૂઆત મળતા જ કામ તાત્કાલિક બંધ કરી દેવાયું છે અને માપણી કરી હદ નક્કી કર્યા બાદ જ કામ શરુ કરવાનો નિર્ણય લેવાશે.સાથે ઘુડખરને સેજેય નુકશાન થાય એવી કામગીરી ચલાવી લેવાશે નહી.

વિજપોલ વિજલાઈનથી ઘુડખર પર ખતરો

જી.પં.સદસ્ય પપુભાઇ ઠાકોરે જણાવેલ કે, ઘુડખર અભ્યારણમાંથી કે ઇકો સેન્સેટીવઝોન માં 200 મેગાવોટ માટે સૌથી મોટા વિજપોલ નખાય તો અંધારામાં ઘુડખર દોડતા અથડાય તો જીવ જઈ શકે છે અને હાઈટેન્શન લાઈન નીચે ઘુડખર રહે કે સતત અવર જવર કરે તો ઘુડખરની પ્રજનન શક્તિ ઉપર મોટી અસર થઈ શકે છે જેથી અન્ડર ગ્રાઉન્ડ લાઈનની જ મંજૂરી આપવી જોઈએ.

ઘુડખર માટે લોકોનો અનોખો પ્રેમ

ઘુડખર ખેડૂતોના પાકને નુકશાન પહોચાડતા હોવા છતાય એશિયામાં માત્ર ધ્રાંગધ્રા પાસેના ઘુડખર અભ્યારણમાં જ સિહ જેટલું મહત્વ ધરાવતા હોઈ દેશ વિદેશથી પ્રવાસીઓ આ વિસ્તારના ઘુડખર જોવા આવતા હોવાથી પ્રવાસનને કારણે લોકોને મોટો આર્થિક ફયદો થતો હોવાથી ઘુડખર સામે જોખમઉભું થાય એવી રીતે વિજલાઈન નહી નાખવા દેવા લોકો પણ મક્કમ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button