સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સસ્તા અનાજની દુકાનોએ વિતરણ થતા પુરવઠામાં તંત્ર દ્વારા બાયોમેટ્રીક ફરજિયાત કરાયુ છે. ત્યારે સસ્તા અનાજના દુકાનદારોએ બાયોમેટ્રીકની સાથે સાથે ઓટીપીનો વિકલ્પ આપવા પણ જિલ્લા પુરવઠા અધીકારીને લેખીત રજુઆત કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 550થી વધુ સસ્તા અનાજની દુકાનો આવેલી છે. જયાંથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દર માસે ઘઉં, ચોખા, ખાંડનું વિતરણ કરવામાં આવે છે. સરકાર દ્વારા તા. 14-11થી સસ્તા અનાજની દુકાનોએ બાયોમેટ્રીક સીસ્ટમ થકી અનાજ વિતરણ કરવાના આદેશ થયા છે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દુકાનદારો અને ગ્રાહકોને તકલીફનો સામનો કરવો પડે છે. જેમાં સીનીયર સીટીઝનો કે જેઓને દુકાનોએ બાયોમેટ્રીક સીસ્ટમમાં થમ્બ દેવા ફરજીયાત આવવુ પડે છે. તેમાં પણ કોઈ સીનીયર સીટીઝનોની ઉંમર થઈ ગઈ હોય તો તેઓના થમ્બ મેચ થતા નથી. આથી બાયોમેટ્રીકની સાથે સાથે ઓટીપીની સીસ્ટમ પણ રાખવા માંગ કરાઈ છે. આ ઉપરાંત હાલ લગ્નની સીઝન ચાલુ હોઈ, માંદગીના લીધે કોઈ બાયોમેટ્રીક થકી અનાજ લેવા આવી ન પણ શકે. આથી ઓટીપીની સુવીધા આપવા રજૂઆતના અંતે માંગ કરાઈ છે.
Source link