BUSINESS

રિલાયન્સની વધી મુશ્કેલી, SEBIએ ફટકાર્યો મોટો દંડ, જાણો કારણ

ફરી એક વખત રિલાયન્સની મુશ્કેલીઓ વધી શકે છે. SEBIએ રિલાયન્સ સિક્યોરિટીઝ પર બજારના નિયમો તેમજ સ્ટોક બ્રોકરોના નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈને રૂપિયા 9 લાખનો દંડ ફટકાર્યો છે. નિયમનકાર અને સ્ટોક એક્સચેન્જો, NSE અને BSE દ્વારા સેબી-રજિસ્ટર્ડ શેર બ્રોકર રિલાયન્સ સિક્યોરિટીઝ લિમિટેડ (RSL) ના અધિકૃત વ્યક્તિઓના એકાઉન્ટ્સ, રેકોર્ડ્સ અને અન્ય દસ્તાવેજોની સબ્જેક્ટિવ ઓનસાઈટ તપાસ પછી આ આદેશ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

સ્ટોક બ્રોકરના નિયમો મુજબ NSEIL કેપિટલ માર્કેટ રેગ્યુલેશન્સ અને NSE ફ્યુચર એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ નોર્મ્સની જોગવાઈઓ RSL દ્વારા જરૂરી રીતે જાળવવામાં આવી રહી છે કે કેમ તે જાણવા માટે આ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ એપ્રિલ 2022થી ડિસેમ્બર 2023ના સમયગાળા માટે હાથ ધરવામાં આવ્યું હતું.

અગાઉ પણ કંપનીને કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી

નિરીક્ષણના તારણો અનુસાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ 23 ઓગસ્ટ, 2024ના રોજ RSLને કારણ દર્શક નોટિસ આપી હતી. 47 પેજના આદેશમાં સેબીને આરએસએલ અને તેના અધિકૃત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા અનેક ઉલ્લંઘનો જણાયા હતા. આમાં ક્લાયન્ટ ઓર્ડર પ્લેસમેન્ટને રેકોર્ડ કરવા માટે પર્યાપ્ત મિકેનિઝમની જાળવણી ન કરવી, ટર્મિનલ સ્થાનોમાં અસંગતતા અને અન્ય બ્રોકર્સ સાથે શેર કરેલી ઓફિસોમાં અલગતાનો અભાવ સામેલ છે.

RSL ગ્રાહકો માટે જરૂરી ઓર્ડર પ્લેસમેન્ટ રેકોર્ડ જાળવવામાં નિષ્ફળ ગયું

નિરીક્ષણમાં એ પણ જાણવા મળ્યું કે RSL તેના અધિકૃત વ્યક્તિઓ – જીતેન્દ્ર કાંબડ અને નૈતિક શાહ સાથે જોડાયેલા ઑફલાઈન ગ્રાહકો માટે જરૂરી ઓર્ડર પ્લેસમેન્ટ રેકોર્ડ જાળવવામાં નિષ્ફળ ગયું છે. સેબીએ બ્રોકરોને આદેશ આપ્યો છે કે તેઓ પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને અનધિકૃત ટ્રેડિંગને રોકવા માટે ગ્રાહકના ઓર્ડરના ચકાસી શકાય તેવા પુરાવા જાળવી રાખે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button