બોટાદ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીકની દોરી તથા અન્ય હાનિકારક પદાર્થોની કોટીંગ કરેલી દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ લાગ્યો છે,ઉત્તરાયણ/અન્ય તહેવારો વખતે ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ લેન્ટર્ન ખુબજ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. જેના કારણે આગ લાગવા જેવા અકસ્માતો બને છે તેમજ વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપતિને ઘણુ જ નુકસાન થાય છે.
ચાઈનીઝ માંઝા પર પણ પ્રતિબંધ
આથી આવી બાબતો નિવારવા માટે બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ સમગ્ર બોટાદ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉડાડવા, ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીકની દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોની કોટીંગ કરેલી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગોમા લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ, ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર તથા પતંગ ઉડાવવા, તેનો ઉપયોગ કરવા તથા સિન્થેટીક માળ સિન્થેટીક કોટીંગ કરેલું હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/ચાઇનીઝ માંઝા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ તારીખથી જાહેરનામું અમલમાં આવશે
આ હુકમ તા. ૧૫/૧૨/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૫ સુધી (બન્ને દિવસો સુદ્ધા) અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.
ગ્રામહાટનો શુંભારભ કરાયો
બોટાદ જિલ્લા રાણપુર તાલુકાના દ્રષ્ટાંતરૂપ ઉમરાળા ગામ ખાતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ લાઈબ્રેરી, ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા અન્ય વિકાસ કામોનું મહાનુભાવોના વરદહસ્તે ખાતમુહુર્ત-લોકાર્પણ કરાયું હતું. ઉમરાળા ગામના વિકાસ અર્થે સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત આશરે ૪૫ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત લાયબ્રેરી અને ગ્રામહાટનો પણ શુભારંભ કરાયો હતો. આ અવસરે વિવિધ વિકાસ કામો ગુણવત્તાસભર રીતે પરિપૂર્ણ થાય તથા નાગરિકોને સુવિધામાં વધારો થાય તેવી ઉપસ્થિત અગ્રણીઓએ ગામલોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
Source link